અમદાવાદ: રાજ્યમાં અકસ્માતની ઘટનાથી દરરોજ મોત થઈ રહ્યા છે. બેફામ વાહન ચલાવનાર અનેક લોકોના જીવન સાથે રમી રહ્યા છે. ત્યારે ખરાબ રસ્તા પણ અકસ્માતમાં જવાબદાર છે. આ દરમિયાન અમદાવાદમાં શહેરના રસ્તાઓ પર ભારે વાહનો યમદૂત બનીને દોડી રહ્યાં છે. શહેરના રખિયાલ વિસ્તારમાં મંગળવારે સાંજે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી ટ્રકની અડફેટે એક 35 વર્ષીય યુવક આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
રાજ્યમાં અકસ્માતની ઘટનાથી રસ્તાઓ પર જઅને લોહિની નદી વહેતી થઈ હોય તેવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે અમદાવાદમાં યમદૂત સમાન ટ્રકે યુવકને કચડી નાખ્યો અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં યુવક તેના ટુ વ્હીલર પર જઇ રહ્યો છે અને તેનું વાહન સ્લીપ થતું હોય અથવા બેલેન્સ ન રહેતા તે ટ્રકની અડફેટે આવી જાય છે અને ટ્રકના ટાયર નીચે માથું આવી જતા ઘટનાસ્થળે તેનું મોત નિપજે છે.
ટ્રકનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર
મહેન્દ્રભાઇ રામજીભાઇ પુરોહિત રખિયાલ વિસ્તારમાંથી પસાર થતો હતો. આ દરમિયાન રખિયાલના મોહમ્મદી મસ્જિદ પાસેથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ટ્રક તેની બાજુમાંથી નીકળે છે. ત્યારે જ મહેન્દ્ર પોતાના ટૂ-વ્હીલર પરથી કાબૂ ગુમાવતાં નીચે પટકાય છે. નીચે પટકાતાં ટ્રકના પાછળના ટાયર નીચે તેનું માથું કચડાઈ જતાં ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: સુવિધાના નામે સરકારે ફૂંક્યા બણગાં પણ આ હૉસ્પિટલની વાસ્તવિકતા જોઈને તમને પણ આવશે શરમ!
સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ
આ અંગે ટ્રાફિક-પોલીસ સ્ટેશનના પીએસઆઇ જયંતી જયંતીભાઇ પરમારે જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી છે. આરોપીને પકડવા માટે ટ્રકના નંબરના આધારે તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ સીસીટીવી ફૂટેજ ચેક કરીને વિગતો મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
