આહીર સમાજ દેહવ્યાપાર કરીને પૈસા કમાય છે? ગીગા ભમ્મરનો વધારે એક વીડિયો વાયરલ

ગીગા ભમ્મરના એક નિવેદનના કારણે મામા-ભાણેજ ગણાતા આહીર અને ચારણ સમાજમાં પહેલાથી જ વિખવાદ ચાલી રહ્યો છે. ત્યાં પોતાના જ સમાજને ભાંડતો વધારે એક વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.

Giga Bhammar Viral Video

પોતાના જ સમાજને ભાંડતો વીડિયો વાયરલ

follow google news

તળાજા : આહીર સમાજના તળાજામાં આયોજીત સમુહ લગ્નનો એક વાયરલ વીડિયોના કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદ પેદા કરી દીધો છે. ચારણ સમાજ વિશે વિવાદિત ટિપ્પણી બાદ વિવાદ પેદા થયો હતો. જો કે સમગ્ર મામલે આહીર સમાજે ગીગા ભમ્મરના નિવેદનથી છેડો ફાડી લીધો હતો. જો કે આ સમગ્ર ઘટનાક્રમનો એક વધારે વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વિવાદ બાદ હવે આહીર સમાજ પણ ગીગા ભમ્મર વિરુદ્ધ થઇ જાય તેવી સ્થિતિ પેદા થઇ છે. 

આહીરો 15-20 ટકા વ્યાજે પૈસા આપે છે

વીડિયોમાં ગીગા ભમ્મર બોલી રહ્યા છે કે, આહીરોએ સુરતમાં ન રહેવું જોઇએ. જે આહીરો સુરતમાં પૈસા કમાઇ રહ્યા છે તે 15-20 ટકા લેવાયેલા વ્યાજના પૈસા છે. આ ઉપરાંત આહીરો દેહ વ્યાપાર દ્વારા પણ પૈસા કમાતા હોવાનો વીડિયોમાં ગીગા ભમ્મર દાવો કરી રહ્યા છે. આટલું જ નહી તેઓ કોઇ ઇચ્છે તો તેને પુરાવા આપવાની પણ વાત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, આપણે સમાજ કે માનવતા સાથે રહેવાનું છે કે, પૈસા સાથે. જો કોઇ સુરતમાં હોય તો તેઓ પરત આવી જાય. અહીં ભેંસો ચારશો તો ચાલશે પરંતુ આવા વ્યાજ કે દેહ વ્યાપારના પૈસા ન લેવા જોઇએ. 

ચારણ સમાજ અંગેનો વીડિયો પહેલાથી જ વિવાદમાં છે

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે હાલ તો આહીર સમાજની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. જ્યારે ચારણ સમાજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોના કારણે ચારણોમાં આક્રોશ હજી પણ યથાવત્ત છે. અલગ અલગ સ્થલો પર ફરિયાદો અને આવેદનોનો દોર હજી પણ ચાલી રહ્યો છે. સમગ્ર મામલે ગીગા ભમ્મર પોતે જ માફી માંગે તેવી માંગ થઇ રહી છે. ગીગા ભમ્મરના પુત્ર આ અંગે પહેલા જ વિવિધ માધ્યમો દ્વારા માફી માંગી ચુક્યા છે. 

    follow whatsapp