Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ, જુઓ હવામાન વિભાગની નવી આગાહી

Gujarat Weather Forecast: રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે તો બીજી તરફ ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.

હવામાન ખાતા તરફથી રાહતના સમાચાર

Gujarat Weather Forecast

follow google news

Gujarat Weather Forecast: રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે તો બીજી તરફ ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે સાથે જ રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી શેકાવવા માટે તૈયાર રહેવું પડશે.

વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટાની આગાહી 

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી વધવા સંભાવના છે. જેની સાથે જ કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા પણ પડી શકે છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારનું હવામાન જોવા મળી શકે છે. 

ગુજરાતીમાં ફરી માવઠું થશે! અંબાલાલ પટેલે કરી વરસાદ પડવાની આગાહી

હવામાન ખાતા તરફથી રાહતના સમાચાર

રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં હાલમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જોકે રાહતની વાતએ છે કે આગામી સમય માટે કોઈ હિટવેવ અથવા વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી નથી. 
 

    follow whatsapp