હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી મોટી આગાહી, જાણો કેવી રહેશે સ્થિતિ

Niket Sanghani

• 10:21 AM • 26 May 2023

નવી દિલ્હી: હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે અલ નીનોની અસર છતાં 2023માં ચોમાસું સામાન્ય રહેશે. દેશની અર્થવ્યવસ્થાના દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે.…

gujarattak
follow google news

નવી દિલ્હી: હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે અલ નીનોની અસર છતાં 2023માં ચોમાસું સામાન્ય રહેશે. દેશની અર્થવ્યવસ્થાના દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર 4 જૂને કેરળમાં ચોમાસું દસ્તક આપશે. આ સતત પાંચમું વર્ષ છે જ્યારે ભારતમાં ચોમાસું સામાન્ય રહેશે. ત દેશમાં ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. આ વર્ષે સરેરાશના 96 ટકા વરસાદ થવાની ધારણા છે.

આ પણ વાંચો

જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ 
હવામાન વિભાગનું કહેવું છે કે જૂન મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના પર્યાવરણ દેખરેખ અને સંશોધન કેન્દ્રના વડા ડી શિવાનંદ પાઈએ જણાવ્યું હતું કે દેશના મોટાભાગના સ્થળોએ જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે અને માત્ર દક્ષિણ દ્વીપકલ્પ, ઉત્તર પશ્ચિમ ભારત, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ સામાન્ય રહી શકે છે. અલ નીનો અસર છતાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેશે.

અલ નીનોની શું રહેશે અસર 
અગાઉ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આગામી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સિઝનમાં વરસાદ સરેરાશ કરતાં ઓછો રહેવાની ધારણા હતી. પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની અસરને કારણે સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની વાત હતી. પરંતુ હવે હવામાન વિભાગે ચોમાસું સામાન્ય રહેશે અને અલ નીનોની તેના પર બહુ અસર નહીં થાય તેવી સ્પષ્ટતા કરી છે.

અમેરિકન એજન્સીએ આશંકા વ્યક્ત કરી  
અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ દાવો કર્યો હતો કે વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનો અસર થવાની સંભાવના છે. મે-જૂન-જુલાઈમાં અલ નીનો ઈફેક્ટ બનવાની 80 ટકા શક્યતા હતી જ્યારે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં 90 ટકા શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જેના કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતમાં વિક્ષેપની સંભાવના હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલ નીનો ઈફેક્ટને કારણે જ્યાં ચોમાસામાં ઓછો વરસાદ થશે, ત્યાં વરસાદમાં ઘણી અસમાનતા જોવા મળશે.

ગુજરાતમાં કહેવો રહેશે વરસાદ
મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે. મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્રમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછો રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

    follow whatsapp