સુરેન્દ્રનગરમાં મહિલાઓએ ટ્રેન રોકી, નર્મદા પોલીસ છાવણીમાં ફેરવાયું; જુઓ ભારત બંધની ગુજરાતમાં અસર

Bharat Bandh : સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી-એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમી લેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો અપાયો હતો. આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા આજે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ભારત બંધની ગુજરાતમાં કેવી અસર?

Bharat Bandh

follow google news

Bharat Bandh : સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી-એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમી લેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો અપાયો હતો. આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા આજે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ભારત બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરો સજ્જડ બંધ જવા મળી રહ્યા છે તો ક્યાંક બજારો ખુલી જોવા મળી રહી છે.  ભારત બંધના પગલે પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આદિવાસી વિસ્તારોમાં જોવા મળી અસર

ભારત બંધના એલાનને ગુજરાતમાં મોટાભાગે આદિવાસી વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં સમર્થન મળી રહ્યું છે. ભારત બંધના એલાનમાં ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે.

યાત્રાધામ શામળાજી સજ્જડ બંધ

સાબરકાંઠાના વિજયનગર, ઈડર અને અરવલ્લીનું ભિલોડા, શમાળાજી સ્વયંભૂ બંધ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ શામળાજીના વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખી બંધમાં જોડાયા છે. સુપ્રીમ કોર્ટે એસસી-એસટી અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધમાં ભિલોડા સજ્જડ બંધ જોવા રહ્યું છે. વહેલી સવારથી જ ભિલોડાના બજારો બંધ જોવા મળી રહી છે. વેપારીઓએ બંધને સમર્થન આપ્યું છે. તો બીજી બાજુ ભારત બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ઈડરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સાબરકાંઠાના એલાન વિજયનગર, ઈડરમાં આજે શાળા-કોલેજો બંધ છે. બંધના એલાનને લઈ ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. SC-ST સમાજના સંગઠનો દ્વારા રેલી યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈ પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. 

સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકવામાં આવી

સુરેન્દ્રનગરમાં અનામત વર્ગીકરણના વિરોધમાં ટ્રેન રોકવામાં આવી. સુરેન્દ્રનગરના ગણપતિ ફાસ્ટર વિસ્તારની મહિલાઓએ ટ્રેન રોકી હતી. સુરેન્દ્રનગરમાં મહારેલી બાદ ટ્રેન રોકો આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું.  સુરેન્દ્રનગર ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં મહિલાઓ રેલવે ટ્રેક ઉપર બેસી ગઈ હતી. આ અંગેની જાણ થતાં પોલીસ અને રેલ્વે વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.

જૂનાગઢમાં SC-ST લોકો ભેગા થયા

જૂનાગઢમાં અનામતને લઈને SC-ST સમાજના લોકો ભેગા થયા હતા. ભારત બંધના એલાનને પગલે જૂનાગઢમાં આંશિક બંધ રહ્યું હતું. જૂનાગઢના મુખ્ય કાળવા ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે SC/ST લોકો એકઠા થયા હતા અને જૂનાગઢ બંધનું પાલન કરવા વિનંતી કરી હતી. પરંતુ મોટાભાગના વેપારીઓએ 11 વાગ્યા પછી પોતાની દુકાનો ખોલી હતી.
 

    follow whatsapp