સુરતમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ આચારનારને કોર્ટે ફટકારી ફાંસીની સજા, જાણો શું હતો મામલો

સુરત: શહેરના સચિન વિસ્તારમાં પાંચ મહિના પહેલા બે વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપી યુસુફ ઈસ્માઈલ જમાતને સુરત કોર્ટે ફાંસીની સજા સંભળાવી, 11 દિવસમાં કોર્ટમાં…

gujarattak
follow google news

સુરત: શહેરના સચિન વિસ્તારમાં પાંચ મહિના પહેલા બે વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપી યુસુફ ઈસ્માઈલ જમાતને સુરત કોર્ટે ફાંસીની સજા સંભળાવી, 11 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી.  સુરત કોર્ટે વળતરનો પણ આદેશ કર્યો પીડિત પરિવારને દસ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સુરતના સચિન વિસ્તારમાં 27 ફેબ્રુઆરે યુસુફ ઈસ્માઈલ નામના શખ્સે 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં માત્ર 11 દિવસમાં ચાર્જશીટ બાદ ટ્રાયલ શરૂ થઇ હતી. માત્ર પાંચ મહિનામાં જ દોષિતને ફાંસી સજા આપવામાં આવી છે. કોર્ટના ચુકાદા બાદ પીડિત પરિવારે પીડિતાને ન્યાય મળ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો છે. સુરત પોલીસની કાર્યવાહી અને ન્યાયપાલિકાની સતર્કતાથી સત્વરે આવેલા આ ચુકાદાને પરિવારે આવકાર્યો છે. ગણતરીના દિવસોમાં જ ન્યાય અપાવવામાં સુરત પોલીસને સફળતા મળી છે.

31 જુલાઈના રોજ આરોપી યુસુફ ઇસ્માઈલને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. યુસુફ દોષિત જાહેર થયા બાદ સરકારી વકીલ તરફથી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ગુનામાં જે આજીવન કેદની સજા છે તેમાં આરોપીને સજાના અમુક સમય સુધી એકાંતવાસ આપવામાં આવે તેવી પણ સરકારી વકીલ તરફથી માંગણી કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે કોર્ટ દ્વારા વધુ સુનાવણી 2 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોના આધારે નરાધમ યુસુફ ઇસ્માઈલને ફાંસીની સજા કરવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટ દ્વારા ભોગબનનાર બાળકીના પરિવારના સભ્યોને સહાય પેટે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત) 

    follow whatsapp