થાનમાં ખનીજ માફિયા મોતના સોદાગર બન્યા, ગેરકાયદેસર કોલસાની ખાણમાં ભેખડ પડતા મજૂરનું મોત

Surendranagar News: સુરેન્દ્રનગરના જામવાડીમાં ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં ખનીજચોરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ભેખડ ધસી પડવાની ઘટનામાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થઈ ગયું છે.…

gujarattak
follow google news

Surendranagar News: સુરેન્દ્રનગરના જામવાડીમાં ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં ખનીજચોરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ભેખડ ધસી પડવાની ઘટનામાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થઈ ગયું છે. છેલ્લા 3 દિવસમાં ભેખડ પડવાની ઘટનામાં કુલ 3 મજૂરોના મોત નિપજ્યા છે. તો પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે.

થાનમાં બે-રોકટોક ખનીજ ચોરીની ઘટના

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનમાં આવેલા જામવાડી ખાતે છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ ચોરીની ઘટનાઓ બે-રોકટોક ચાલી રહી છે. પંથકમાં ખનીજ માફીયાઓ પોતાના ફાયદા માટે મજૂરોના મોતના સોદાગર બન્યા છે. ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં ભેખડ પડવાના કારણે મજૂર દટાયો હતો. અમદાવાદમાં મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પોલીસે ફોન ઉપાડવાનું બંધ કર્યું

છેલ્લા 3 દિવસમાં કોલસાની ખાણમાં ભેખડ પડવાના કારણે 3 મજૂરોના મોત થઈ ચૂક્યા છે. મજૂરોના મોત બાદ ખનીજ માફિયાઓ પોતે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તો ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. ત્યારે ખનીજ ચોરી મામલે ખાણ અને ખનીજ વિભાગ પણ શંકાના દાયરામાં છે.

(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)

    follow whatsapp