અમદાવાદ : પીએમ મોદીએ 1 ડિસેમ્બરે અમદાવાદમાં પોતાની કારકિર્દીનો સૌથી વિશાળ અને ભવ્ય રોડ શો આયોજીત કર્યો હતો. 14 વિધાનસભા અને 50 કિલોમીટર કરતા આ લાંબો રોડ શોએ સમગ્ર દેશના માધ્યમોનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે આ રોડ શો દરમિયાન અચાનક એક એમ્બ્યુલન્સ આવી હતી. જેને પીએમ મોદીની સુરક્ષામાં રહેલા કમાન્ડોએ ન માત્ર જગ્યા આપી હતી પરંતુ પીએમ મોદીએ પણ થોડા સમય માટે તેને જગ્યા આપવા માટે કોન્વોય એક સાઇડમાં ખસેડ્યો હતો.
ADVERTISEMENT
જો કે વિપક્ષ દ્વારા આ એક સ્ટંટ હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. વિપક્ષનો આરોપ હતો કે પીએમ મોદી જ્યારે પણ રોડ શો કરે ત્યારે વચ્ચે એમ્બ્યુલન્સ આવી જ જાય છે. આ એક આયોજીત ષડયંત્ર હોય છે જેમાં અચાનક એમ્બ્યુલન્સ આવી જાય છે. જો કે હવે પ્રતિષ્ઠીત મીડિયા સંસ્થા BBC દ્વારા એમ્બ્યુલન્સના ડ્રાયવરનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
એમ્બ્યુલન્સ ડ્રાયવર ધવલ પરમારે જણાવ્યું કે, હું ઠક્કરનગર હતો. જો કે રોડ શોના કારણે રસ્તો બ્લોક હતો. રોડ બ્લોક હોવાના કારણે મહાવીર હોસ્પિટલ જવાનું હતું. જો કે રોડ બ્લોક હોવાના કારણે મારે સીધું જવું પડ્યું. જો કે ત્યાં મોદી સાહેબનો કાફલો હતો. જેથી મે પેશન્ટની કંડીશન જોતા ગાડી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મોદી સાહેબના કમાન્ડોએ પણ સ્થિતિ સમજતા મને ગાડી ઓવરટેક કરાવી આપી હતી.
વિરાટનગરની નીચેથી લેફ્ટ સાઇડ જવાનું હતું પરંતુ ટ્રાફીકના કારણે મે ગાડી ઉપરથી જવા દીધી હતી.ત્યાંથી આગળ ગયો ત્યાં મોદી સાહેબનો કાફલો આવી ગયો હતો. જેથી મે 2-3 કિલોમીટર ગાડી આગળ દોડાવી હતી. પછી સમગ્ર કાફલાને ઓવરટેક કરીને આગળ નિકળતો ગયો. કમાન્ડોએ મને જગ્યા કરાવી આપી હતી. પબ્લિકે પણ દોરડાઓ હટાવીને મને કોન્વોયના રૂટમાં જવાની જગ્યા કરી આપી હતી. ટ્રાફીક ક્લિયર થયા બાદ મે તેમનો હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
સુષ્મીતા બહેન નામના દર્દી હતા. તેમના પેટમાં તકલીફ હતી અને સતત ઉલટીઓ થઇ રહી હતી. ઓક્સિજન લેવલ પણ ઘટી રહ્યું હતું. ગેસ્ટ્રો પ્લસ હોસ્પિટલ બાપુનગરથી મહાવીર હોસ્પિટલ મનમોહન ચાર રસ્તા પેશન્ટને પહોંચાડ્યું હતું. પેશન્ટને અડધો કલાકમાં પહોંચાડી દીધા હતા. જો ટ્રાફીક ન હોત તો 10 મિનિટ થઇ હતી. પેશન્ટ સ્વસ્થ હતા. પેશન્ટ હાલ હોસ્પિટલમાં જ છે.
ADVERTISEMENT
