સુરેન્દ્રનગરઃ ડોક્ટર પર થયેલા હુમલાથી એસોશિએશનમાં રોષ, હડતાળ કરવાની ચીમકી

Urvish Patel

• 12:46 PM • 26 May 2023

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલમાં ડોક્ટર પર થયેલા હુમલા મામલે તબીબોના સંગઠનમાં રોષ જોવા મળ્યો હતો. ડોક્ટર એસોશિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આ મામલાની…

gujarattak
follow google news
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલમાં ડોક્ટર પર થયેલા હુમલા મામલે તબીબોના સંગઠનમાં રોષ જોવા મળ્યો હતો. ડોક્ટર એસોશિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આ મામલાની રજૂઆત કરવામાં આવી હતી. તેઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.
શું બની ઘટના?
સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ઇમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર શિવરાજ સિંહ ઉપર હુમની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન ડોક્ટર ફરજ ઉપર હતા, ઈમરજન્સી વિભાગમાં હતા. તે દરમિયાન પગ ભાંગેલી હાલતમાં એક દર્દીને સારવાર માટે લાવવામાં આવેલો હતો. ત્યારે ડોક્ટરને આવેલા લોકોએ તુકારો આપતા ડોક્ટરે વ્યવસ્થિત વાત કરવા જણાવ્યું હતું. તે દરમિયાન અચાનક મામલો બીચકાયો હતો અને ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે અહીં લોકો કેમ ગુસ્સે થયા હતા તેનો પક્ષ સામે આવ્યો નથી. બોલાચાલી બાદ ડોક્ટરના ટેબલ ઉપર પડેલા ડીપી માપવાના મશીન અને દર્દીના ચેકઅપ માટે રાખવામાં આવેલા ટુલ્સ વડે પણ હુમલો કરવામાં આવ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ ભોગે હિંસાત્મક વલણ અને ગેરકાયદે પ્રવૃત્તિ બિલકુલ ચલાવી લેવાય નહીં. આ મુદ્દે સુરેન્દ્રનગર સીટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટર ઉપર હુમલાના બનાવને લઈને મેડિકલ કોલેજના ડોક્ટરો એકત્રિત થઈ ગયા છે જો કે આમ અમને સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં નામ જોગ ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તબીબોમાં ફેલાયો રોષ
આ પ્રકારની ઘટનાને લઇ અને સમગ્ર ડોક્ટર એસોશિએશન માં રોષ ફેલાયો છે. નારાજ થયેલા ડોક્ટર્સ યોગ્ય ન્યાયની માગણી સાથે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા. તબીબોનું માનવું છે કે જિલ્લામાં તબીબો પર હુમલાના બનાવ વધ્યા છે જે ગંભીર બાબત છે. હુમલો કરનારને ઝડપીને કડક કાર્યવાહી ન કરવામાં આવી તો ડોક્ટર એસોશિએશન હડતાળ કરશે તેવી ચીમકી આપી હતી.
(ઈનપુટઃ સાજીદ બેલિમ,સુરેન્દ્રનગર)
આ પણ વાંચો
    follow whatsapp