સ્ટંટબાજી ભારે પડી! સુરત પોલીસે 1 મહિનામાં જપ્ત કરી 3498 મોંઘી બાઈકો, 17.60 લાખનો વસૂલ્યો દંડ

Gujarat Tak

• 11:57 AM • 25 Apr 2024

Surat News: રાજ્યભરમાં પોલીસ દ્વારા સ્ટંટબાજો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં હજુ પણ કેટલાક નબીરાઓને જાણે કાયદાનો કે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ રોડ પર બેફામ વાહન ચલાવી રહ્યા છે.

Surat News

બુલેટના અવાજથી રોલો પાડતા પહેલા ચેતજો!

follow google news

Surat News: રાજ્યભરમાં પોલીસ દ્વારા સ્ટંટબાજો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં હજુ પણ કેટલાક નબીરાઓને જાણે કાયદાનો કે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ રોડ પર બેફામ વાહન ચલાવી રહ્યા છે. જેના અનેક વીડિયો પણ સામે આવી રહ્યા છે. આ નબીરાઓ પોતાનો તો જીવ જોખમમાં મુકે છે, સાથે જ રાહદારીઓના જીવને પણ જોખમમાં મુકે છે. ત્યારે સુરત પોલીસે આવા સ્ટંટબાજો સામે ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસે 3,498 મોંઘી અને મોડીફાઈડ બાઈક જપ્ત કરી છે, સાથે જ તેમાં લગાવેલા સાયલેન્સર પણ દૂર કર્યા છે અને મોંઘી બાઈકના માલિકોને દંડ પણ ફટકાર્યો છે.

આ પણ વાંચો

સુરત પોલીસે જપ્ત કરી મોંઘી બાઈકો

આ તસવીર કોઈ બાઈક મેળાની નથી, પરંતુ આ મોંઘીદાટ બાઈકો સુરત પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરી છે. સુરત પોલીસના DCP ઝોન 4 વિજય ગુર્જરના કાર્યક્ષેત્ર હેઠળના સુરત શહેરના ઉમરા, ખટોદરા, વેસુ, અઠવાલાઇન્સ, અલથાણ અને પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટંટમેનોને રસ્તા પર આવીને પકડી રહી છે. છેલ્લા એક મહિનાથી સ્ટંટબાજો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે  સ્ટંટ કરતા અને ધ્વનિ પ્રદૂષણ કરતા બાઈકો જપ્ત કર્યા છે.  

આ પણ વાંચોઃ 'ચૂંટણીની ગેમ'માં હવે વીડિયો ગેમની એન્ટ્રી! BJP ઉમેદવારનો 'સુપર મારિયો' બનીને હાઈટેક ચૂંટણી પ્રચાર

 

17.60 લાખનો વસુલાયો દંડઃ DCP

સુરત પોલીસના ડીસીપી વિજય સિંહ ગુર્જરે મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી વીકએન્ડમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જેમાં ભારે અવાજ કરતા સાયલેન્સરવાળા મોસ્ટ મોડિફાઈડ બાઈકોના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન 3498 સ્પોર્ટ્સ બાઈક, બુલેટ બાઈક અને મોડિફાઈડ બાઈક જપ્ત કરવામાં આવી છે. બાઈક માલિકો પાસેથી 17 લાખ 60 હજાર 200 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે અને આરટીઓ દ્વારા ઘણા બાઈક માલિકોને દંડ ફટકારવામાં આવ્યો છે અને સાયલેન્સર પણ બદલી દેવામાં આવ્યા છે. 

'આગળ પણ ચાલું રહેશે આ કાર્યવાહી'

તેઓએ જણાવ્યું હતું કે, અહીં 100થી વધુ બાઈકો હાજર છે અને બાકીની બાઈકો વિવિધ પોલીસ સ્ટેશનમાં હાજર છે. સુરત પોલીસ મોડિફાઈડ બાઇકનો ઉપયોગ કરીને સ્ટંટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરે છે અને આ કાર્યવાહી ચાલુ રહેશે. આવા લોકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે જેઓ રસ્તા પર સ્ટંટ કરે છે અને તે બાઇકનો ઉપયોગ કરીને રીલ બનાવે છે. 


રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત

    follow whatsapp