સુરત: Ludoમાં પૈસા હારી જતા સગીર 4.10 લાખ ચોરીને મુંબઈ ભાગ્યો, મોજશોખ પૂરા કરી ભીખારીઓને દાન કર્યું

Yogesh Gajjar

• 02:24 AM • 10 Mar 2023

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં લુડો ગેમ રમવામાં રૂપિયા હારી જતા સગીર વયના યુવકે ખટોદરા વિસ્તારની એક ઓફિસમાંથી ચાર લાખથી વધુ રૂપિયાની ચોરી કરી હતી. અને ત્યારબાદ…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં લુડો ગેમ રમવામાં રૂપિયા હારી જતા સગીર વયના યુવકે ખટોદરા વિસ્તારની એક ઓફિસમાંથી ચાર લાખથી વધુ રૂપિયાની ચોરી કરી હતી. અને ત્યારબાદ તે રૂપિયા લઇ મુંબઈ ફરવા જતો રહ્યો હતો. જ્યાં બે દિવસમાં યુવકે મોજ શોખ પાછળ અને ભિક્ષુકોને દાન કરીને બે લાખથી વધુ રૂપિયા વાપરી નાખ્યા હતા. SOG પોલીસે સગીર યુવકની સુરતમાંથી ધરપકડ કરી છે તેની પાસેથી પોલીસે 4.10 લાખ માંથી 1.90 રૂપિયા કબજે કર્યા છે. એસઓજી પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ ખટોદરા પોલીસને સોંપી દીધો છે.

આ પણ વાંચો

લુડો ગેમમાં રૂપિયા હારી જતા ચોરીનો પ્લાન બનાવ્યો
મોબાઇલમાં આવતી ગેમ યુવકોને ખોટા રસ્તા પર લઇ જઈ શકે છે. તેઓ એક કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે. લૂડો ગેમમાં પૈસા હારી જતા એક સગીર વયના યુવકે ખટોદરા વિસ્તારની એક ઓફિસમાંથી 4.10 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ સગીર યુવક લૂડો ગેમમાં પૈસા હારી જતા ગત 6 માર્ચ 2023 ના રોજ રાત્રીના ભંગાર ચોરી કરવા માટે ફરતો હતો. આ દરમ્યાન તે ફરતા ફરતા ખટોદરા સોમાકાનજીની વાડી સ્થિત આવેલી હનુમાન ફ્રેબીક્સ એન્ડ કટપીસ ફેક્ટરી આઉલેટ નામની ઓફિસમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં મુકેલી 4.10ની લાખની રોકડ ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો: સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, બેકાબૂ ટ્રકનું કેબિન ઓવરબ્રિજ કૂદીને નીચે જતી રીક્ષા પર પડ્યું

મુંબઈ જઈ મોજ શોખ કર્યા
સગીર વયનો યુવક સુરતમાં છૂટક મજૂરી કામ કરતો હતો. કોઈ દિવસ આટલી મોટી રકમ તેણે પોતાની પાસે જોઈ ન હતી. ત્યારે આટલી મોટી રકમ એક સાથે હાથ લાગતા તે ચોરી કરી ટ્રેન પકડીને મુંબઈ ચાલ્યો ગયો હતો. જ્યા યુવકે મન ભરી પૈસા વાપરી મોજ શોખ કર્યા હતા. યુવકે બે દિવસમાં બે લાખથી વધુ રૂપિયા વાપરી નાખ્યા હતા. મુંબઈ પહોંચી યુવકે નવા કપડાં, શૂટ બુટની ખરીદી કરી હતી.

મુંબઈમાં ભિક્ષુકોને બે હાથે રૂપિયા દાન કર્યા
રૂપિયાની ચોરી કરીને મુંબઈ ભાગી છુટેલા યુવકે મોજ શોખ તો મન ભરીને કર્યા જ પરંતુ દાન પણ બે હાથે કર્યું હતું. મુંબઈમાં તે હાજીઅલી દરગાહ પણ ફરવા ગયો હતો. અને હાજીઅલી દરગાહની બહાર જેટલા પણ ભિક્ષુકો હતા તે તમામ ભિક્ષુકોને ચોરેલા રૂપિયા માંથી બે હાથે દાન કર્યું હતું. અને ખોટી કમાણીમાંથી પુણ્ય મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં મુંબઈમાં જે જે જગ્યાએ તેને ભિક્ષુક મળ્યા ત્યાં તમામ જગ્યાએ તે રૂપિયાનું દાન કરતો હતો.

એસઓજી પોલીસે સગીરને ઝડપી પાડ્યો
સુરત એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ખટોદરામાં ઓફિસમાંથી થયેલ ચોરી કરનાર યુવક સગરામપુરા સર્કલ પાસે ફરી રહ્યો છે. જેને આધારે પોલીસે સગરામપુરા સર્કલ પાસેથી એક સગીર યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 1.99 લાખ કબજે કર્યા હતા. પોલીસે રૂપિયા બાબતે કડક પૂછપરછ કરતા બાકીના રૂપિયા મુંબઈમાં મોજશોખ પાછળ વાપરી નાખ્યા અને ભિક્ષુકોને દાનમાં આપ્યા હોવાનું જણાવતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. જો કે સગીરની કબુલાતના પગલે ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો. આ સમગ્ર મામલે એસઓજી પોલીસે સગીરનો કબજો ખટોદરા પોલીસને સોપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

    follow whatsapp