મતગણતરી વખતે 200 મીટરની ત્રિજ્યામાં પ્રવેશબંધીઃ જાહેરનામું

Urvish Patel

• 03:56 PM • 06 Dec 2022

સુરતઃ સુરતના જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 8 ડિસેમ્બરે થનારા ગુજરાત વિધાનસભાના પરિણામોની જાહેરાત અને મતગણતરીને લઈને કેટલાક કડક નીયમો લાગુ…

gujarattak
follow google news

સુરતઃ સુરતના જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 8 ડિસેમ્બરે થનારા ગુજરાત વિધાનસભાના પરિણામોની જાહેરાત અને મતગણતરીને લઈને કેટલાક કડક નીયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં તેમણે મતગણતરી કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુક્યો છે. આ ઉપરાંત પણ તેમણે કેટલાક મહત્વના નિયમોને જાહેરનામામાં સમાવ્યા છે. તો આવો જાણીએ વધારે વિગતો.

આ પણ વાંચો

8 ડિસેમ્બરે 1621 ઉમેદવારોના ભાવી પર જનતાનો ફેંસલો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થયું હતું. બંને તબક્કામાં કુલ 64.30 ટકા સરેરાશ મતદાન થયાનું સામે આવ્યું છે. જે ગઈ 2017ની વિધાનસભા ચૂંટણી કરતાં થોડું ઓછું છે. તે વખતે 68 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો પર થયેલા મતદાન પછી મતદારોએ ઈવીએમમાં 1621 કુલ ઉમેદવારોના ભાવીનો ફેંસલો આપ્યો છે. તેમના ભાવી હાલ ઈવીએમમાં કેદ છે પરંતુ 8મી ડિસેમ્બરે ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે તેની ગણતરી થવાની છે અને પરિણામો જાહેર થવાના છે. આ દિવસે ખાસ તકેદારીના ભાગ રૂપે સુરત કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

સુરત કલેક્ટરના જાહેરનામામાં વધુ શું?
સુરતમાં એસવીએનઆઈટી કોલેજ અને ગાંધી કોલેજ પર મતગણતરી થવાની છે ત્યારે કલેક્ટરના જાહેરનામામાં તેમણે અહીં ચારથી વધુ વ્યક્તિઓને પણ ભેગા થવા પર પ્રતિબંધ મુક્યો છે. સાથે જ કેન્દ્રો પર પ્રવેશ પાસ વગર પ્રવેશ કરવો ગેરકાયદે માનવામાં આવશે તેવું પણ કહ્યું છે. તેમણે ફરમાન કર્યું છે કે ઉમેદવારો અને મતગણતરી એજન્ટ માટે પણ પ્રવેશ પાસ ફરજિયાત છે. મતગણતરીના કેન્દ્રમાં મોબાઈલ, કોડલેસ ફોન સહિતના ઈલેક્ટ્રીક ઉપર્ણો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

    follow whatsapp