લોકોને મુર્ખ બનાવામાં બુદ્ધીનું દેવાળીયુંઃ સુરતમાં ગાંધીજીને હાર ચઢાવવા મુકાયેલી સ્ટીલની સીડિનો રૂ.7.86 લાખ ભાવ

સંજયસિંહ રાઠોડ.સુરતઃ નેતાઓને આઝાદીના લડવૈયાઓને ખાસ તારીખો-ચોઘડિયે હાર પહેરાવવાનો અનેરો ઉત્સાહ હોય છે. જોકે નેતાઓનો બીજો શોખ જનતાને મુર્ખ બનાવવાનો પણ રહ્યો છે, છતાં ઘણી…

Mahesh Andhan AAP Surat

Mahesh Andhan AAP Surat

follow google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ નેતાઓને આઝાદીના લડવૈયાઓને ખાસ તારીખો-ચોઘડિયે હાર પહેરાવવાનો અનેરો ઉત્સાહ હોય છે. જોકે નેતાઓનો બીજો શોખ જનતાને મુર્ખ બનાવવાનો પણ રહ્યો છે, છતાં ઘણી વખત જનતાને મુર્ખ બનાવવાના ચક્કરમાં આ નેતાઓ પોતાની જ બુદ્ધીનું દેવાળીયું ફૂંકાયું હોય તેવી હરકત કરી બેસે છે. સુરતમાં આવું જ કાંઈક બન્યું છે. સુરતના ચૌક બજાર ખાતે ગાંધીજીની પ્રતિમા નજીક ૭.૮૬ લાખના ખર્ચે બનાવેલો દાદર શંકાના દાયરામાં આવ્યો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમા બાજુમાં બનાવવામાં આવેલો સ્ટીલનો દાદર વિવાદનું કેન્દ્ર બન્યો છે. દેશને આઝાદી અપાવનારા ગાંધીજીની પ્રતિમા ખાતે ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી છે. કારણ કે આટલી રકમમાં તો ઘણાના ઘર બની જતા હોય છે આટલી સામાન્ય બુદ્ધી પણ ભ્રષ્ટાચારી બાબુઓની ચાલી નહીં હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

લગ્નની લાલચ આપી ત્રણ વર્ષ શારીરિક શોષણ: અરવલ્લીની શિક્ષિકાને 2 મહિલા સહિત 7 શખ્સોએ છેતરી

મહેશભાઈ અણઘણ (કોર્પોરેટર આપ)

એજન્સીને કામ કર્યાનું બિલ પણ ચુકવી દીધું
સુરત મહાનગપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ગાંધીબાગ નજીક ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવી છે. ગાંધી જયંતિ, ગાંધી નિર્વાણ દિવસ હોય કે રાજકીય પક્ષોના કાર્યક્રમ હોય ત્યારે ગાંધીજીની પ્રતિમાને ફુલ હાર કે સુતરની આટી પહેરાવવા માટે દાદરાનો ઉપયોગ કરવામાં આવે છે. થોડા સમય પહેલાં ગાંધીજીની પ્રતિમા પાસે આવેલા દાદરા જર્જરિત થઈ ગયા હોવાને કારણે સેન્ટ્રલ ઝોનના હાઉસિંગ વિભાગ દ્વારા ૭.૮૬ લાખ રૂપિયાના ખર્ચે સ્ટીલની દાદર સેન્ટ્રલ ઝોનના હાઉસિંગ વિભાગ દ્વારા બનાવવામાં આવી છે. આ દાદર બનાવનાર એજન્સીને બિલની રકમની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. કદાચ બીલની રકમ મળી ગયા પછી આ એજન્સીના માલિકો જરૂર હસી પડ્યા હશે. ત્યાર બાદ હાલમાં પાલિકાની જાહેર બાંધકામ સમિતિ સમક્ષ આ બિલ અંગેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેમાં બિલ અનેક ગણુ આપવાનું સામે આવતા અધિકારીઓની પોલ ખુલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

    follow whatsapp