Kirtidan Gadhvi ના દીકરાએ ગાયું “રસિયો રૂપાળો” ગીત, માયાભાઈ પણ જોતાં જ રહી ગયા

Gujarat Tak

14 Mar 2024 (अपडेटेड: Mar 14 2024 2:28 PM)

Kirtidan Gadhvi Super Hit Dayro: ગુજરાતની સંસ્કૃતિમાં ડાયરાનું આગવુ મહત્વ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ડાયરાને અલગ પ્રકારે જ માન આપવામાં આવે છે. અવાર નવાર લોકડાયરાઓ સમાચારમાં આવતા હોય છે. જેમાં આ વખતે પ્રખ્યાત લોકસાહિત્ય કલાકાર કીર્તિદાન ગઢવીનો પુત્ર ચર્ચાનો વિષય બન્યો છે. કારણકે તાજેતરમાં યોજાયેલ એક લોકડાયરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકસાહિત્ય કલાકાર કીર્તિદાનનો પુત્ર રાગ ગઢવી (Kirtidan Gadhvi Son Raag Gadhvi) સ્ટેજ પરથી સાહિત્ય સંગીતના સૂર પુત્રો જોવા મળે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે.

Kirtidan Gadhvi Super Hit Dayro

લોકસાહિત્ય કલાકાર કીર્તિદાન ગઢવીના પુત્રએ પુરાવ્યા સૂર

follow google news

આ પણ વાંચો

લોકસાહિત્ય કલાકાર કીર્તિદાન ગઢવીના પુત્રએ પુરાવ્યા સૂર 

ફેમસ ગાયક કીર્તિદાન ગઢવી તેમના મધૂર સ્વરના લીધે ગાયકી ક્ષેત્રે આગવુ નામ ધરાવે છે.ત્યારે ભવનાથમાં પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. ત્યારે કિર્તીદાન ગઢવીના દીકરા રાગે આ જનમેદની વચ્ચે ડાયરાના મંચ પરથી જરા પણ ખચકાટ વગર 'રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી....' ગીત લલકાર્યું હતું. જે સાંભળીને શ્રોતાજનો પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. ગીત શરૂ થતાંની સાથે જ ત્યાં હાજર લોકો તેની સાથે તાલ પુરાવતા અને ખુશી થી નાચતા પણ જોવા મળ્યા હતા. આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા હતા. લોકો સિવાય આ ડાયરામાં કીર્તીદાન અને માયભાઈ આહિર સહિતના કલાકારો પણ હાજર રહ્યા હતા.

હાલ રાગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. લોકો વીડિયોની નીચે કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ગુજરાતીમાં એક કહેવત છે કે મોરના ઇંડા ચિતરવા ન પડે..તો બીજા એક યુઝરે લખ્યું હતું કે,સંગીત લોહીમાં છે. 

જાણો કીર્તીદાન ગઢવીના પરિવાર વિશે

લોકગીત અને ભજન ડાયરામાં પોતાના કંઠથી શ્રોતાઓને ડોલાવી દેતા કીર્તિદાન ગઢવીની પત્નીનું નામ સોનલબેન છે. વર્ષ 2006 માં તેઓ રાજકોટમાં સ્થાયી થયા હતા. તેમના બે પુત્રમાં મોટા પુત્રની નામ કૃષ્ણ છે અને નાના પુત્રનું નામ રાગ છે. બંને પુત્રો પિતાની જેમ સંગીત પ્રેમી છે અને કહી શકાય કે કંઠે સરસ્વતી બિરાજે છે. હાલ તેઓ રાજકોટમાં 'સ્વર'નામના બંગલામાં રહે છે.  

    follow whatsapp