લુણાવાડામાં બેઠા બેઠા મોલવીએ છત્તીસગઢમાં કર્યું ફ્રોડ, પોલીસ ગુજરાત આવી ઉઠાવી ગઈ

Niket Sanghani

08 Apr 2023 (अपडेटेड: Apr 9 2023 8:04 AM)

વિરેન જોશી, મહીસાગર: રાજ્યમાં ઓનલાઈન ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં મોલવીએ છેક છત્તીસગઢમાં ઓનલાઈન ફ્રોડ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો…

gujarattak
follow google news

વિરેન જોશી, મહીસાગર: રાજ્યમાં ઓનલાઈન ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં મોલવીએ છેક છત્તીસગઢમાં ઓનલાઈન ફ્રોડ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.છત્તીસગઢ પોલીસે લુણાવાડા પોલીસને સાથે રાખી આરોપી રશીદ ખેરું રહેમાન રશીદને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો

મહીસાગર જિલ્લાના લુણાવાડાના રશીદ ખેરું રહેમાન કે જે ઓનલાઇન બેન્ક ફ્રોડ કરતો હતો અને ડમી એકાઉન્ટ બનાવી અન્ય રાજ્યના લોકોને મહીસાગર જીલ્લામાં બેઠા બેઠા ઓનલાઈન ઠગાઈ કરતો ઝડપાયો છે. છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાના બોધગાટ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન છેતરપીંડીની કલમ 420 અને આઇટી એકટ 66 ડી મુજબ ફરિયાદ નોંધાઇ હતી. જેની છત્તીસગઢ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ઓનલાઈન છેતરપીંડીના કનેકશન મહીસાગર જિલ્લાન લુણાવાડા શહેરમાં રહેતા રશીદ ખેરું રહેમાન સાથે જોડાયેલા હતા જેને લઈને છત્તીસગઢ પોલીસ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં તપાસ અર્થે આવી હતી.

છત્તીસગઢ પોલીસે લુણાવાડા પોલીસને સાથે રાખી આરોપી રશીદ ખેરું રહેમાન રશીદને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીનો મેડિકલ ટેસ્ટ કરાવી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં નામદાર કોર્ટ દ્વારા 11 એપ્રિલ સુધીના ટ્રાન્સફર રિમાન્ડ મજુર કરવામાં આવતા આરોપીને લઈને પોલીસ છત્તીસગઢ જવા રવાના થઈ હતી.

2,40,000 નો લગાવ્યો ચૂનો
આજકાલ ઓનલાઈન છેતરપીંડીના બનાવો વધી ગયા છે અને લોકો રૂપિયા કમાવવા ટૂંકા રસ્તાઓ અપનાવી રહ્યા છે. અને લોકોને છેતરી રહ્યા છે. ત્યારે અન્ય રાજ્યમાં લોકોને છેતરતો અને રૂપિયા કમાવવા શોર્ટ કટ રસ્તો અપનાવી લોકોને ઠગતો ઠગ લુણાવાડા માંથી પકડાયો છે. મળેલ માહીતી મુજબ આરોપી દ્વારા બે લાખ ચાલીસ હજારનું ઓનલાઇન ફ્રોડ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સંજીવની દુધની થેલીઓ રસ્તા પર રઝળતી મળી, ઉઠયા ફરી અનેક સવાલો

આરોપી મૌલવી હોવાનું સામે આવ્યું
આરોપી પોતે મૌલવી છે અને મૌલવી દ્વારા ઓનલાઈન છેતરપીંડી કરવામાં આવતા સમગ્ર લુણાવાડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે હવે છતીસગઢ પોલીસની પૂછપરછમાં આરોપી પાસેથી બીજા કોઈ મોટા ખુલાસા થાય છે કેમ તે જોવું રહ્યું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp