સિદ્ધપુરમાં પાઈપલાઈનમાં મૃતદેહ મામલામાં ઘટસ્ફોટઃ લાશની થઈ ઓળખ

Urvish Patel

22 May 2023 (अपडेटेड: May 22 2023 2:31 PM)

પાટણઃ સિધ્ધપુર શહેરમાં પાઇપ લાઈનમાં લાશના ટુકડાઓ નીકળવાનો મુદ્દો હાલ ટોક ઓફ દ ટાઉન જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં બુમરાણ મચાવનારો બન્યો છે. આ કેસમાં…

સિદ્ધપુરમાં પાઈપલાઈનમાં મૃતદેહ મામલામાં ઘટસ્ફોટઃ લાશની થઈ ઓળખ

સિદ્ધપુરમાં પાઈપલાઈનમાં મૃતદેહ મામલામાં ઘટસ્ફોટઃ લાશની થઈ ઓળખ

follow google news

પાટણઃ સિધ્ધપુર શહેરમાં પાઇપ લાઈનમાં લાશના ટુકડાઓ નીકળવાનો મુદ્દો હાલ ટોક ઓફ દ ટાઉન જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં બુમરાણ મચાવનારો બન્યો છે. આ કેસમાં છેલ્લા કેટલાક સમયથી જે શંકાઓ હતી તેને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે. એક યુવતી જે ગુમ હતી તેનો જ આ મૃતદેહ હોવાનું માનવામાં આવતું હતું. જેને લઈને ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી હતી. ડીએનએ રિપોર્ટમાં માનવ અંગો જે યુવતીના મળ્યા હતા તે આ જ ગુમ થયેલી યુવતીના હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો

ડીએનએ રિપોર્ટમાં શું થયું સાબિત
સિધ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમાં પાણી નહીં આવતું હોવાની રજુઆતના પગલે પાલિકાના કર્મચારીઓ દ્વારા આ વિસ્તારમાં પાઈપ લાઈનનું ખોદકામ કરવામાં આવ્યું તો પાઈપમાંથી એક માનવ ધડ મળી આવ્યું હતું. 4 દિવસ સુધી પાણીની સમસ્યાથી પરેશાન આ વિસ્તારના 4000 જેટલા લોકો આ જ પાણીથી કામ ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક આવી સ્થિતિ સામે આવ્યા પછી હવે આ વિસ્તારના લોકો પાણી પીવાથી પણ ડરવા લાગ્યા છે. પાલિકાના કર્મચારીઓને ખોદકામ દરમિયાન પાઈપ લાઈનમાં કાંઈક અવરોધ હોવાનું માલુમ પડતા વધુ ખોદકામ કરતા તેમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા. ગંધ મારતા માનવ અવશેષો જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા ત્યારે લોકોના આરોગ્ય સાથે પણ ચેડાં થતા હોવાને લઇ લોકોમાં ભય જોવા મળ્યો હતો. જોકે આ બાજુ પોલીસ માટે પણ આ લાશ અહીં કેવી રીતે આવી તે એક પ્રશ્ન હતો. પોલીસને આ મામલામાં તપાસ દરમિયાન ખબર પડી કે સિદ્ધપુરની સિંધી સમાજની યુવતી લવીના હરવાની ગુમ છે. પોલીસે તેના ડીએનએની તપાસ શરૂ કરી હતી. ડીએનએનો રિપોર્ટ હવે સામે આવ્યો છે. જેમાં ડીએનએ રિપોર્ટમાં ગુમ યુવતીની જ લાશ હોવાનું સામે આવ્યું છે. જોકે હજુ પોલીસ માટે ફોરેન્સિક રિપોર્ટ પણ મોટો આધાર છે, જેમાં યુવતી દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી કે હત્યા છે તેને લઈને સ્પષ્ટતા જોવા મળી રહી છે.

ખાખીના રુઆબમાં અહંકારઃ 15થી 20 પોલીસકર્મીએ યુવાનને એટલો માર્યો કે કાનનો પડદો ફાડી નાખ્યો

સ્થાનીકો માગી રહ્યા છે ચીફ ઓફિસરનું સસ્પેન્શન
સ્થાનીકોના જણાવ્યાનુસાર, ગઈ 12 મેનના રોજ સિધ્ધપુરના ઉપલી શેરી વિસ્તાર સહિત આજુબાજુના 500 થી વધુ મકાનોમાં ગંદા પાણીની સમસ્યા હતી. જ્યારે સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં ગંદા પાણીના મામલાને લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી. નગરપાલિકાએ આ બાબતમાં કોઈ પ્રકારનું ધ્યાન ના અપાતા સતત પાણી આપતા ગયા અને જ્યારે ગંદુ પાણી કેમ આવી રહ્યું છે? તેની કોઈપણ પ્રકારની ચકાસણી કરવામાં ન આવી, 16 મે ના રોજ લોકોના ઘરમાં પાણી આવતું અચાનક બંધ થઈ ગયું ત્યારે નગરપાલિકાના અધિકારીઓને આંખ ઉઘડી અને જ્યારે પાઇપલાઇનનું ખોદગામ ચાલુ કર્યું ત્યારે પાઇપમાંથી માનવ મૃતદેહના અવશેષો નીકળતા જ લોકોમાં ફફડાટ મચી ગયો, સ્થાનિક લોકોનું કહેવું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ ચાર દિવસ સુધી જ્યારે લોકો મૃતદેહ વાળું પાણી પી રહ્યા હતા ત્યારે ફરક્યા પણ નથી જ્યારે પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષો નીકળ્યા ત્યારે તંત્ર દોડતું થયું છે. તેમના કારણે લોકોને મૃતદેહ વાળુ પાણી પીવું પડ્યું અને હવે તેમના પર કાર્યવાહી થાય, તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી લેખિત માગણી લોકો કરી રહ્યા છે.

(ઈનપુટઃ વિપિન પ્રજાપતિ, પાટણ)

    follow whatsapp