'કોંગ્રેસને રેડીમેડ ખાવાની ટેવ પડી...', શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી પરિણામ પર કરી મોટી વાત

લોકસભા ચૂંટણીમાં 543 બેઠકોમાંથી ભાજપને 240 બેઠકો મળી છે અને NDAને 293 બેઠકો મળી છે. ત્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી છે અને INDIAને 234 બેઠકો મળી છે. ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી પર આક્ષેપ કર્યા છે.

Shankarsinh Vaghela

Shankarsinh Vaghela

follow google news

Shankarsinh Vaghela on Congress : લોકસભા ચૂંટણીમાં 543 બેઠકોમાંથી ભાજપને 240 બેઠકો મળી છે અને NDAને 293 બેઠકો મળી છે. ત્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી છે અને INDIAને 234 બેઠકો મળી છે. ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી પર આક્ષેપ કર્યા છે.

'ક્ષત્રિય આંદોલનના કારણે ચૂંટણી જેવું લાગ્યું'

શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, 'કોંગ્રેસ અને ભાજપનું ગુજરાતમાં મેચ ફિક્સિંગ છે. કોંગ્રેસ ગુજરાતમાં હોમવર્ક કરતી નથી. કોંગ્રેસ પાસે કોઈ ન હોય એમ 2 બેઠકો આપી દીધી. તેમજ કોંગ્રેસને તૈયાર ખાવાની ટેવ પડી ગઈ છે. તેમજ ભાજપે કોંગ્રેસે ટેકન ફોર ગ્રાન્ટેડ માની લીધું છે. ક્ષત્રિય આંદોલનનાં કારણે ચૂંટણી જેવું લાગ્યું હતું. ક્યારેય ગુજરાતમાં ચૂંટણી જેવું લાગતું નથી. ગઈકાલ સુધી કોંગ્રેસનાં નેતાઓ ભાજપનાં ખીચામાં હતા. બનાસકાંઠામાં 2 સમાજ સામે આવ્યા જેથી કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. કોંગ્રેસને સલાહ આપતા શંકરસિંહે કહ્યું કે, પ્રિલીમ પરીક્ષામાં પાસ થાઓ તેટલી તો મહેનત કરો. કોંગ્રેસને રેડીમેડ ખાવાની ટેવ પડી ગઈ છે.'

'ભાજપની નહીં પણ NDAની સરકાર બનશે'

શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે, આ જે પરિણામ આવ્યું છે તેનાથી ભાજપને બ્રેક લાગી ગઈ છે. ભાજપ જે ગતિથી આગળ વધી રહી હતી તે રીતે તેને બ્રેકની જરૂર હતી. સરકાર તો બનશે પણ એ સરકાર ભાજપની નહીં પણ NDAની સરકાર બનશે. NDA હવે ફક્ત કહેવા માટે નહીં પણ સાચા અર્થમાં ગઠબંધન છે.  ઈન્ડિયા ગઠબંધન પરિણામના નજીક પહોંચી ગયું પણ જીતથી દૂર રહી ગયું છે.

'ભાજપને 240 બેઠકો મળી તે વધારે કહેવાય'

શંકરસિંહે કહ્યું કે, ભાજપને પરિણામમાં જે 240 બેઠકો મળી છે તે પણ વધારે કહેવાય. ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી સીએમ બન્યા ત્યારે પાર્ટી, સંઘ અને બધા પર એમનો કંટ્રોલ હતો. જે બાદ આ 10 વર્ષમાં તેમણે ખોટા માર્કેટિંગ અને રાષ્ટ્રવાદનો પ્રચાર કર્યો હતો.

    follow whatsapp