નર્મદા: ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસુ વિધિવત રીતે બેસી રહ્યું છે. અઅ દરમિયાન દેશમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે ઉપરવાસમાં સારો વરસાદ હોવાથી નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે. આ સાથે નર્મદા ડેમની સપાટી 119.78 મીટરની સપાટીએ પહોંચી છે.
ADVERTISEMENT
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસ માંથી પાણીની આવકમાં વધતાં નર્મદા ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉપરવાસના મધ્યપ્રદેશ માં તવા, મોટકકા માં વરસાદ ને કારણે પાણી ની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની સપાટી 119.78 મીટર પહોંચી છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138. 68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવર ફ્લો થશે તેવી શક્યતા છે.
નર્મદા ડેમની સપાટી 119.80 એ પહોંચી
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આ વર્ષે પણ તેની મહત્તમ સપાટીએ પહોંચે તેવી આશા છે. આ દરમિયાન નર્મદા ડેમની સપાટી 119.78 મીટર પહોંચી છે. ઉપરવાસમાં વરસતા સતત વરસાદના કારણે પાણીની આવક 19,446 ક્યુસેક થઈ છે. હાલ પાણી ની જાવક માત્ર 5027 ક્યુસેક છે. આ સાથે હાલ સરદાર સરોવર માં હાલ 8,229મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે.
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT
