'મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે ગદ્દારી નહીં કરું', સરકાર સાથે બેઠક બાદ પી.ટી જાડેજાનું નિવેદન

Gujarat Tak

16 Apr 2024 (अपडेटेड: Apr 16 2024 2:29 PM)

Parshottam Rupala Controversy: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે શુભ મુહૂર્તમાં રાજકોટથી ઉમેદવારી નોંધાવી દીધી છે. પરસોત્તમ રૂપાલા જગન્નાથ મંદિર ખાતે દર્શન કર્યા બાદ રેલી યોજીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.

Parshottam Rupala Controversy

પી.ટી જાડેજાનું મોટું નિવેદન

follow google news

Parshottam Rupala Controversy: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે શુભ મુહૂર્તમાં રાજકોટથી ઉમેદવારી નોંધાવી દીધી છે. પરસોત્તમ રૂપાલા જગન્નાથ મંદિર ખાતે દર્શન કર્યા બાદ રેલી યોજીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. પરસોત્તમ રૂપાલાની રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ હજુ પણ ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ શાંત પડ્યો નથી.

આ પણ વાંચો

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાઈ હતી બેઠક

રાજકોટ ખાતે મળેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયોનો રોષ અને તેમની માંગને જોયા બાદ રાજ્ય સરકારે મોડી રાત્રે ક્ષત્રિય આગેવાનોને સરકાર સાથે વાતચીત કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ તમામ આગેવાનો ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક કરવા પહોંચ્યા હતા. લગભગ 1 કલાકથી વધુ સમય સુધી સંકલન સમિતિના આગેવાનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ તેમજ ભાજપ ક્ષત્રિય આગેવાનો બેઠક ચાલી હતી. જોકે, રાજપૂત સંકલન સમિતિના આગેવાનો સાથેની બેઠક મોડી રાત્રે 2 વાગ્યે પૂર્ણ થઈ હતી.

સરકારે અમને કરી છે વિનંતીઃ પી.ટી જાડેજા

જે બાદ હવે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય પી.ટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ યોજીને પી.ટી જાડેજાએ કહ્યું કે, સરકારે કાલે માફી માગી છે અને પરસોત્તમ રુપાલાને માફ કરવા સરકારે વિનંતી કરી છે. જોકે, સંકલન સમિતિએ સરકારને કહ્યું કે અમે સમાજ સાથે ગદ્દારી ન કરી શકીએ. સંકલન સમિતિએ સરકારને એક જ વાત કરી કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરો. 

'સમાજ મારો ભગવાન છે'

પી.ટી જાડેજાએ કહ્યું કે, સરકારે ક્ષત્રિય સમાજના આગેવાનને મોકલ્યા બાદમાં સરકારના મંત્રીઓ પણ મળ્યા. હું કહેવા માંગું છું કે 'સમાજ મારો ભગવાન છે, હું મહાદેવના સોગંધ ખાઈને કહું છું કે હું ગદ્દારી નહીં કરું. જેનો બાપ એક તેની વાત એક, અમે અમારી વાત પર અડગ છીએ. 

'અમે કાયદો અને વ્યવસ્થા બગાડવા માંગતા નથી'

તેઓએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તમામ સાથે કાલે વાત થઈ. પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરી રહ્યા છે એટલે અમે કોઈ કાર્યક્રમ નથી રાખ્યો. અમે કાયદો અને વ્યવસ્થા બગડે તેવું કંઈ કરવા માંગતા નથી.  આંદોલનની પાછળ કોઈ નથી, આગળ અને પાછળ માત્ર સમાજ છે. 

19 તારીખે પાર્ટ 2 શરૂ થશેઃ પી.ટી જાડેજા

પી.ટી જાડેજાએ કહ્યું કે, પરસોત્તમ રૂપાલા 19 તારીખે રૂપાલા ફોર્મ પાછું નહીં ખેંચે તો પાર્ટ 2 શરૂ થશે. 20મી તારીખે અમદાવાદના રાજપૂત ભવન ખાતે બેઠક મળશે. સંકલન સમિતિ અને 92 સભ્યોની બેઠકમાં આગળની રણનીતિ ઘડાશે. પરસોત્તમભાઈમાં ખેલદિલી હોય તો ફોર્મ પાછું ખેચી લે. રૂપાલા ભાજપને નુકશાન પહોચાડવા ના માગતા હોય તો ફોર્મ પાછું ખેચી લે. 19મી એપ્રીલ સુધી અમારો કોઈ કાર્યક્રમ નથી. ક્ષત્રિયો શાંતિથી આંદોલન કરશે 

પદ્મીનીબા વાળાના ઓડિયો પર કર્યો ખુલાસો

પદ્મીનીબા વાળા ઓડિયો વાયરલ થયો તેના પર પી.ટી જાડેજાએ કહ્યું કે, ભાજપની B, A, કે C ટીમ સંકલન સમિતિ નથી. કોઈ રાજકારણ નથી થયું, એવું હોત તો સમાધાન થઈ ગયું હોત. રૂપાલાની માફી ક્ષત્રિય સમાજને મંજૂર નથી. 


ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
 

    follow whatsapp