રાજકોટ લાંચ કેસ: અધિકારીની પત્નીએ CBIની રેડના 12 કલાક બાદ બાલ્કનીથી 50 લાખનું પોટલું ફેંક્યું! CCTV સામે આવ્યા

Yogesh Gajjar

27 Mar 2023 (अपडेटेड: Mar 27 2023 2:56 AM)

જવરીમલના ઘરે CBIની રેડ બાદ 50 લાખનું પોટલું બાલ્કનીમાંથી નીચે ફેંકાયું, CCTVમાં કેદ થયા પૈસા પૈસા રાજકોટ: શહેરમાં DGFT ના અધિકારી જ્વરીમલ બિશ્નોઈ રૂ.5 લાખની…

gujarattak
follow google news

જવરીમલના ઘરે CBIની રેડ બાદ 50 લાખનું પોટલું બાલ્કનીમાંથી નીચે ફેંકાયું, CCTVમાં કેદ થયા પૈસા પૈસા

આ પણ વાંચો

રાજકોટ: શહેરમાં DGFT ના અધિકારી જ્વરીમલ બિશ્નોઈ રૂ.5 લાખની લાંચ લેતા CBI દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ બાદ અધિકારીના ઘરે પણ CBIએ દરોડા પાડ્યા હતા જેમાં 55 લાખની રોકડ મળી હતી, જોકે ઘરમાં રહેતા બીજા 50 લાખ CBI પણ નહોતી શોધી શકી અને રેડના 12 કલાક બાદ જવરીમલની પત્નીએ આ પૈસા ભરેલું પોટલું ગેલેરીમાંથી નીચે ફેંક્યું હતું જે લઈને જવરીમલને દીકરો ભાગવા જાય છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

CBIની રેડના કલાકો બાદ પત્નીએ બાલ્કનીમાંથી પોટલું ફેંક્યું
CBIના દરોડા પડતા જ જવરીમલનો પરિવાર રોકડ અને દાગીનાને સગેવગે કરવામાં લાગી ગયો હતો. અધિકારીની પત્નીએ રૂ.50 લાખની રોકડ અને ચાંદીના સિક્કાથી ભરેલું પોટલું ગેલેરીમાંથી નીચે ફેંક્યું હતું. જેને લઈને ભાગવાનો પ્રયાસ કરતા અધિકારીના દીકરાને ઘર નજીકથી જ CBIની ટીમે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ સીબીઆઈએ ફરીથી ઘરમાં સર્ચ કર્યું હતું પરંતુ કંઈ મળ્યું નહોતું. આ ઘટનાના બીજા દિવસે સવારે જવરીમલે આપઘાત કરી લીધો હતો.

બચવા માટે પૈસા ભરેલું પોટલું પાડોશીની બાલ્કનીમાં ફેંકી દીધું
જવરીમલની પત્નીએ CBIની રેડમાં પકડાવાથી બચવા માટે પૈસા ભરેલું પોટલું સામેના ઘરની ગેલેરીમાં ફેંકી દીધું હતું. બાદમાં જવરીમલની પત્ની અને દીકરો વારાફરતી ફ્લેટ માલિકના ઘરે ગયા હતા અને એમની ચૂંદડી પડી ગઈ હોવાનું કહીને ચાવી માંગી હતી. જોકે ફ્લેટ માલિકે ચાવી આપવાની ના પાડતા બંનેએ ઘરમાં ઘુસીને ઉગ્રબોલાચાલી કરી હતી, બાદમાં તે પરિવારે જ CBIને જાણ કરી હતી. જે બાદ CBIની ટીમે ત્યાં પહોંચીને પોટલું જપ્ત કર્યું હતું. આ પોટલામાં રૂ.500, 2000 અને રૂ.100ની નોટોના બંડલ હતા. આ પૈસા ગણવા માટે સીબીઆઈની ટીમ સાથે સોસાયટીના સભ્યો પણ જોડાયા હતા.

પોટલામાંથી 9 ચાંદીના સિક્કા મળ્યા
બીજી તરફ પૈસાથી ભરેલા આ પોટલામાં ચાંદીના 100-100 ગ્રામના 9 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા હતા. ખાસ ઓર્ડરથી બનાવાયેલા ચાંદીના સિક્કામાં વિઝિટિંગ કાર્ડ પણ હતા. એવામાં આ સિક્કા કોને આપવાના હતા તે દિશામાં પણ હવે તપાસ કરવામાં આવી રહી છે.

    follow whatsapp