Rajkot: બાલાપરમાં ખેતર વચ્ચેના વીજ પોલમાં શોટસર્કિટ થતા મરચા ભરેલો ટ્રક બળીને ખાખ, ભારે નુકશાન

Niket Sanghani

• 06:04 AM • 15 Mar 2023

રાજકોટ: રાજ્યમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે. રાજકોટના જામકંડોરણાના બાલાપર ગામે શોટ સર્કિટ થતા…

gujarattak
follow google news

રાજકોટ: રાજ્યમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે. રાજકોટના જામકંડોરણાના બાલાપર ગામે શોટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના સામે આવી છે. ખેતર વચ્ચે વીજ થાંભલામાં શોટ સર્કિટ થતા મરચા ભરેલા ટ્રકમાં પણ આગ લાગી. આગના કારણે ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો.

આ પણ વાંચો

થાંભલામાં શોટ સર્કિટ થવાના કારણે અચાનક આગની ઘટના સામે આવી હતી. ત્યારે આગના કારણે મરચાં ભરેલ ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ત્યારે આગના પગલે ખેતરમાં કામ કરતા લોકોમા ભાગદોડ મચી ગઈ હતી.જોકે, આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગયો છે.

વાપીમાં લાગી ભયંકર આગ
રાજ્યમાં આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ જામકંડોરણાનામાં આગ લાગી હતી. ત્યારે બીજી તરફ ગઈ કાલે વલસાડના વાપીમાં ડુંગરા વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આચનક આગ ભભૂકી ઊઠી હતી. અન્ય 10થી વધું ગોડાઉન પણ આગની ઝપેટમાં આવ્યાં છે. ભીષણ આગને પગલે વાપી ફાયર બ્રિગેડે મેજર ફાયર કોલ જાહેર કરતા વલસાડ જિલ્લાના તમામ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચવા માટે દોડતી થઈ હતી. ત્યારે 10 જેટલાં ફાયર ફાઈટરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. ગોડાઉનમાં તમામ મુદ્દામાલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.

આ પણ વાંચો: સુરતના મુસ્લિમ યુવકે 3 લોકોને આપ્યું નવું જીવન, અકસ્માતમાં નિધન બાદ પરિવારે કર્યું અંગદાન

ભંગારના ગોડાઉનમાં લાગેલી આગને લઈને આજુબાજુમાં આવેલા 10 થી 15 જેટલા ભંગારના ગોડાઉનો આગની ઝપેટમાં આવી ગયા હતા. ભંગારના તમામ ગોડાઉનમાં પેપર, પ્લાસ્ટિક અને કચરો અને વેસ્ટન ડ્રમ હોવાથી આગ ઉપર કાબુ મેળવવામાં ભારે તકલીફો પડી હતી. જોકે, અંતે જિલ્લાના 10થી વધુ ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો. ભંગારના ગોડાઉન સંચાલકો આવ્યા બાદ FSLની ટીમની મદદ લઈને આગ લાગવાનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp