ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામમાં ચક્રવાતે એક સગર્ભા મહિલાનો ભોગ લીધો છે. રાત્રીના સમયે આવેલા વાવાઝોડાથી આ ગામમાં એક શ્રમજીવી પરિવારના ઘર પર તોતિંગ લીમડાનું ઝાડ તૂટી પડ્યું હતું. જેમાં ખાટલામાં સૂતેલી એક સગર્ભા મહિલા પર આ ઝાડ ખાબકતા મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે તેના બાળક અને પતિને નાની મોટી ઈજાઓ થઈ હતી.
ADVERTISEMENT
રાત્રીના સમયે પરિવાર ખાટલામાં સૂતો હતો
ઘટના મુજબ, કાંકરેજના રાણપુર ગામમાં સગર્ભા મહિલા, તેમના પતિ તેમજ તેમનું બાળક ખાટલામાં રાત્રીના સમયે સુતા હતા. જો કે અચાનક જ વાતાવરણમાં પલતો આવતા ચક્રવાત સાથે પવન ફૂંકાયો હતો. જેમાં પવનની ગતિ એટલી તીવ્ર હતી કે આ શ્રમજીવી પરિવારના ઘર પાસે આવેલું લીમડાનું વૃક્ષ ધડાકાભેર મકાન પર ખાબકયું હતું.
પતિ અને બાળક થયા ઈજાગ્રસ્ત
આમ અચાનક પવન સાથે ચક્રાવત આવતા, પતિ-પત્ની અને બાળક પર લીમડો પડતા પત્નીનું કરુંણ મોત થયું હતું. તેમજ પતિ અને બાળકને ઈજાઓ પહોંચી હતી. ત્યારે મહિલાની લાશને પીએમ માટે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી અને વધુ તપાસ થરા પોલીસે હાથ ધરી છે.
ADVERTISEMENT
