GUJARAT ઓનરકિલિંગ? આરોપી પકડાય નહી ત્યાં સુધી પોલીસ ઘરે નહી જાય, SP નું વચન

Krutarth

17 Feb 2023 (अपडेटेड: Feb 17 2023 3:12 PM)

બનાસકાંઠા : જિલ્લામાં એક ચોંકવનારો હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક યુવકની કેટલાક અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેને ઢોર માર મારીને…

gujarattak
follow google news

બનાસકાંઠા : જિલ્લામાં એક ચોંકવનારો હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક યુવકની કેટલાક અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેને ઢોર માર મારીને ઝેર પીવડાવ્યા બાદ રોડ પર ફેંકી દેવામાં આવ્યો હતો. યુવકને હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડાયો જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. જો કે યુવકે મરતા પહેલા પોતાની સમગ્ર આપવિતી પોલીસને જણાવી હતી.

આ પણ વાંચો

આર્યન મોદી મર્ડર કેસમાં પોલીસ તપાસ તેજ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાલનપુર આર્યન મોદી મર્ડર મામલે પોલીસે હત્યારોઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે પરિવારની માંગ છે કે, હત્યારાઓ ઝડપાશે નહિ ત્યાં સુધી મૃતદેહનો અમે સ્વિકાર નહી કરીએ. પરિવારજનો હઠાગ્રહી બનતા એસ પી અક્ષયરાજ મકવાણા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિવારના લોકોને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો.

લોકોનો આક્રોશ જોઇ એસપીએ કહ્યું આરોપી ન પકડાય ત્યાં સુધી અમારો સ્ટાફ ઘરે નહી જાય
જો કે ઘટના બાદ પરિવાર અને હાજર લોકોનો આક્રોશ જોઈને એસપી અક્ષયરાજ મકવાણાએ વચન આપ્યું હતું કે, જ્યાં સુધી આરોપીઓ નહિ પકડાય ત્યાં સુધી હું કે મારી પોલીસ ટીમ, એલસીબી, અન્ય ટીમોમાંથી કોઇ પણ ઘરે નહી જાય. પરિવાર મૃતદેહને સ્વિકારે તે માટે પોલીસ દ્વારા હાલ તમામ પ્રકારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મોદી સમાજના સેંકડો નાગરિકો ઘટના સ્થળે પહોંચ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સમાજની મોટા પ્રમાણમાં મહિલાઓ ઘટના સ્થળે છે. હાલ તો ઘટના સ્થળે વાતાવરણ ખુબ જ તંગ છે. મોદી સમાજની બહેનો દ્વારા આરોપીઓના છાજિયા લેવામાં આવી રહ્યા છે. જ્યાર સુધી હત્યારાઓ નહિ પકડાય ત્યાર સુધી મૃતક યુવકની લાશ નહિ સ્વિકારવાની પરિવાર સહિત હાજર લોકો ચિમકી ઉચ્ચારી રહ્યા છે.

(વિથ ઇનપુટ ધનેશ પરમાર)

    follow whatsapp