PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અંબાજીમાં મા અંબાની કરી પૂજા-અર્ચના

PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે ઉતર્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટર મારફતે અંબાજી પહોંચ્યા…

gujarattak
follow google news

PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે ઉતર્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટર મારફતે અંબાજી પહોંચ્યા હતા. અંબાજીમાં ચીખલા ખાતે બનાવાયેલા હેલિપેડ પર ઉતર્યા બાદ કાર દ્વારા તેઓ અંબાજી મંદિરના શક્તિ દ્વારા પહોંચ્યા હતા. દરમિયાન ત્યાં હાજર પ્રસંશકોએ તેમનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હાજર હતા. અંબાજીમાં ભટ્ટજી મહારાજે PMને પાદુકા પૂજા કરાવી હતી.

સમગ્ર મંદિર પરિસરમાં પીએમનું આદિવાસી લોક નૃત્યથી સ્વાગત કરાયું હતું. અંબાજી મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં લોકો પીએમનું અભિવાદન કરવા પહોંચ્યા હતા. PM આ સાથે વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રનું પણ લોકાર્પણ કરશે. અંબાજી મંદિરના દર્શન કરીને PMએ ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિરના રંગબેરંગી ફુલોનો શણગાર જોઈને પીએમ ગદગદ થયા હતા. PMની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો હાજર છે.

 

    follow whatsapp