હવે ગુજરાત વિધાનસભા પણ બનશે ડિજિટલ, ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરાઇ વેબસાઇટ

Niket Sanghani

• 08:50 AM • 24 Mar 2023

ગાંધીનગર: ગુજરાત તમામ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા પર આ તરફ આગળ વધી રહી છે. ગુજરાત વિધાનસભાને પણ હવે સોશિયલ મીડિયાના…

gujarat Vidhansabha

gujarat Vidhansabha

follow google news

ગાંધીનગર: ગુજરાત તમામ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા પર આ તરફ આગળ વધી રહી છે. ગુજરાત વિધાનસભાને પણ હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવશે. આજથી ગુજરાત વિધાનસભા વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરવામાં આવી છે. તમામ પ્રશ્નોત્તરી અને ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકવામાં આવશે. હાલ વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર છે. પરંતુ આગળના સમયમાં તમામ પ્રશ્નતરી સહિત મહત્વના ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકાશે અને લોકો જોઈ શકશે.

આ પણ વાંચો

ગુજરાત વિધાનસભાની આજથી ટ્રાયલ સ્ટેજ પર વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં વિધાનસભા ગૃહની તમામ પ્રશ્નોત્તરી અને મહત્વના દસ્તાવેજો મુકવામાં આવશે. તો સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલ પણ લોન્ચ કરશે.

છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાનું લોકસભા અને રાજ્યસભાની જેમ લાઈવ પ્રસારણ કરવા રજૂઆત કરવામાં આવી રહી છે. જો કે લાઈવ પ્રસારણને લઈ હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ હવે વેબસાઇટ તથા યુટ્યુબ ચેનલ પર તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ ગૃહમાં આપેલા નિવેદનને સોશિયલ મીડિયા પર જોઈ અને સાંભળી શકાશે.

ડોલરનો વરસાદ: અમરેલીના સવારકુંડમાં યોજાયેલ લોક ડાયરામાં દેવાયત ખવડ પર ડોલરનો વરસાદ

જાણો શું હશે યુ-ટ્યુબ ચેનલ પર
સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલ પણ લોન્ચ કરશે. યુ-ટ્યુબ ચેનલ પર તમામ મંત્રી અને ધારાસભ્યોના નિવેદનો મુકવામાં આવશે. જો કે રેકોર્ડ પરથી દૂર કરાયેલા શબ્દો તેમજ વિવાદિત નિવેદનોને યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ નહીં કરવામાં આવે.  જો કે હાલ જીવંત પ્રસારણ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ હવે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ ગૃહમાં આપેલ નિવેદન સોશલ મીડિયા પર જોઈ શકાશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp