નરાધમ શિક્ષક નાનકડી છોકરીઓને શાળામાં બોલાવીને કરતો એવી હરકત કે…

Krutarth

• 11:37 AM • 15 Dec 2022

ભાર્ગવી જોશી/જૂનાગઢ : માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે શિક્ષણ જગતને કલંકિત કરતો અને વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. માળીયા હાટીના તાલુકાના…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ : માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે શિક્ષણ જગતને કલંકિત કરતો અને વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. માળીયા હાટીના તાલુકાના નાનકડા અમરાપુર ગામે અમરાપુર પે.સેન્ટર શાળામાં ભણતી નાની બાળાઓ સાથે શિક્ષક ગિરીશભાઈ કેશવભાઈ લાડાણીએ અણછાજતું વર્તન કરતા વાલીઓ ભારે રોષે ભરાયા હતા.

આ પણ વાંચો

પોતાની દિકરીની ઉંમરની વિદ્યાર્થીઓ સાથે કર્યું અણછાજતું વર્તન
શિક્ષક નાની વિદ્યાર્થીનીઓ સાથે ભાન ભૂલતા બાળકીઓ સાથે છેડતી કરી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા વાલી અને સ્થાનિકો ભારે રોષે ભરાયા હતા. આ તકે હાલ આમરપુર ગામના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગ્રામજનોએ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.

પોલીસે કડક કાર્યવાહીની બાંહેધરી આપી
આ અંગે માળીયા હાટીના પોલીસે જણાવ્યું કે, હાજર ગ્રામજનોને કડક કાર્યવાહીની ખાત્રી આપવામાં આવી છે. આ ઘટનાને લઈ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ માળીયા હાટીના પોલીસ સ્ટેશને પહોંચીં છે. આ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. જેથી આવા શિક્ષકોને પાઠ ભણાવી શકાય. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ છે.

    follow whatsapp