મોરબીના માથેથી વધુ એક મોટી ઘાત ટળી… CCTV જુઓ બાળકો માંડ બચ્યા, પ્રવેશદ્વાર તૂટીને ભોંયભેગો

Urvish Patel

• 02:46 PM • 06 Dec 2022

મોરબીઃ મોરબી છેલ્લા ઘણા સમયથી ઘણું બધું સહન કરી રહ્યું છે, હમણાં જ ઝુલતા પુલના તૂટવ સ્વરૂપે મોરબીના માથે મોટી ઘાત પડી હતી. જોકે સદભાગ્યે…

gujarattak
follow google news

મોરબીઃ મોરબી છેલ્લા ઘણા સમયથી ઘણું બધું સહન કરી રહ્યું છે, હમણાં જ ઝુલતા પુલના તૂટવ સ્વરૂપે મોરબીના માથે મોટી ઘાત પડી હતી. જોકે સદભાગ્યે મોરબીમાં વધુ એક આવી જ મોટી ઘટના બનતા બનતા રહી ગઈ છે. મોરબીના ટંકારામાં એક ગામમાં મુકવામાં આવેલો પ્રવેશ દ્વાર અચાનક જ તૂટીને ભોંય ભેગો થઈ ગયો હતો. જોકે નસીબ સારા હતા કે અહીંથી એક સ્કૂલ બસ પસાર થઈ રહી હતી. આ પ્રવેશ દ્વાર જો તેના પર તૂટી પડતો તો શક્ય હતું કે તે બસમાં બેસેલા બાળકોને નુકસાન થાય. અહીં આ ઘટનાના સીસીટીવીમાં આપ જોઈ શકો છો કે આ ઘટના કેટલી ભયંકર બની શકી હોત.

આ પણ વાંચો


બે બસ અને એક બાઈક ચાલક નીકળી ગયા અને પછી…
મોરબીના ટંકારામાં આવેલા ઉદમણા નાકા પાસે એક પ્રવેશદ્વાર અચાનક આજે મંગળવારે બપોરે તૂટી પડ્યો હતો. અચાનક તૂટી પડેલા પ્રવેશદ્વારનો અવાજ પણ મોટો થયો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. સાથે જ થોડા જ દૂરથી આવી રહેલી સ્કૂલ બસમાં બાળકો પણ હતા. તેથી જો બાળકો ભરેલી સ્કૂલ બસ થોડા જ સમય પહેલા આવી હોત તો કદાચ અહીં ચિત્ર કાંઈક જુદુ જ હોત. જોકે અહીં આ દ્વાર પડે તે પહેલા ત્યાંથી બે ખાનગી શાળાઓની બસ પસાર થઈ ચુકી હતી. એક બાઈક ચાલક પણ ત્યાંથી પસાર થયો હતો અને બસ જાણે હાલ બધાના સત્કર્મો આગળ આવ્યા હોય તેમ સહુનો બચાવ થઈ ગયો હતો. લોકોએ મોટા મોટા પથ્થરોને હટાવી શકાય તેટલા હટાવવાના શરૂ કરી દીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રવેશ દ્વાર હેમંતભાઈના સ્મર્ણાર્થે તેમના સ્વજન અને દિકરા તથા ભત્રીજા દ્વારા બનાવડાવવામાં આવ્યો હતો.

(વીથ ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)

    follow whatsapp