ગુજરાતમાં દિવસ દરમિયાન મીની ચક્રવાતે જુઓ કેવા દ્રષ્યો સર્જ્યા- Videos

Urvish Patel

30 May 2023 (अपडेटेड: May 30 2023 2:57 PM)

અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર મીની વાવાઝોડાને કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે, ઘણા મકાનોને ઘણી ઈમારતોને નુકસાન થયું છે. અહીં સુધી કે ગુજરાત વિધાનસભાના ગુંબજને પણ…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર મીની વાવાઝોડાને કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે, ઘણા મકાનોને ઘણી ઈમારતોને નુકસાન થયું છે. અહીં સુધી કે ગુજરાત વિધાનસભાના ગુંબજને પણ નુકસાન થવા પામ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં વાવાઝોડાને કારણે એક વ્યક્તિને તો એવી હાલત થઈ હતી કે છતનું પતરું ઉડ્યું અને સીધું તેમના કપાળમાં વાગતા તેમના કપાળના ભાગેને ચીરી નાખ્યો હતો. જોકે સદભાગ્યે આ વ્યક્તિને વધુ હાની પહોંચી ન હતી. કારણ કે આ દરમિયાન તેમના જીવને પણ જાણે જોખમ હતું પણ હવે હોસ્પિટલમાં સારવાર બાદ તેમની હાલત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. વાવાઝોડાના વીડિયો પણ સામે આવ્યા છે જે અહીં આપને દર્શાવ્યા છે.

આ પણ વાંચો

ગુજરાતમાં મીની ચક્રવાતે શું હાલત કરી
અરવલ્લી જિલ્લાના મેઘરજ નજીક પહાડિયા ગામે તબેલાના પતરા ઉડી ગયા જેમાં ઘરની પાછળના ભાગેથી ઉડેલું પતરું આગળ જ રમી રહેલા એક કિશોરને વાગ્યું હતું. આ પતરું સીધું ઉડીને શિવમ ગોપાલભાઈ રાવળ નામના કિશોરને માથાના ભાગે વાગતા કપાળનો ભાગ ચિરાઈ ગયો હતો. આ ઘટનાની તસવીર અમે અહીં દર્શાવી શકતા નથી કારણ કે તે લોહીયાળ છે. આ કિશોરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં તેની હાલત પહેલા કરતા સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ આજે સવારે ભારે પવન ફૂંકાયો હતો. લોકોના ઘરોમાં પણ ધૂળ અને કચરો ઉડીને ભારાયા હતા. ઘણા નાના મોટા ઝાડને પણ નુકસાન થયું છે.

આ તરફ મોડાસા પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો. જેમાં દાવલી નજીક આવેલા નવા ગામમાં પવનને કારણે મગનભાઈ પ્રજાપતિના રહેણાંક મકાનની છતના પતરાં ઉડી ગયા હતા. જેના કારણે તેમને મોટું નુકસાન પણ થયું હતું કારણ કે મધ્યમ વર્ગીય પરિવાર માટે આ પ્રકારનું આકસ્મીક નુકસાન મોટું નુકસાન બની જાય છે. મોરબીમાં પણ અચાનક વરસાદ જેવું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ વાદળીયું વાતાવરણ તો હતું જ ત્યાં અચાનક મોરબી શહેર અને હળવદ તથા માળિયામાં ભારે પવન ફૂંકાયો હતો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર શામળાજી હાઈવે પર પણ 70 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. વાહન ચાલકોને એક તબક્કે તો વાહન એક તરફ કરીને ઊભા રહી જવું પડ્યું હતું કારણ કે ભારે પવન અને ધૂળને કારણે અકસ્માતનો ભય લાગી રહ્યો હતો. ટીંટોઈ, શામળાજી, મોડાસા, ધનસુરા અને બાયડ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. પાટણ જિલ્લામાં મીની વાવાઝોડામાં સતત ત્રીજા દિવસે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ બની ગયો હતો. પાટણના હારીજ, સમી, સિદ્ધપુર સહિતના તાલુકામાં મીનીવાવાઝોડું ફૂંકાયું હતું. દુકાનદારોની ઘણી વસ્તુઓ ઉડી ગઈ હતી. એક દુકાન દારના ખુરશી ટેબલ ઉડી જતા તેમને પણ નુકસાન થયું હતું.

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી, વિપિન પ્રજાપતિ, પાટણ, રાજેશ આંબલિયા, મોરબી)

    follow whatsapp