Mehsana News: બહુચર્ચિત લૂંટ પ્રકરણની અસર, પોલીસની નિષ્ક્રિયતા સામે જોટાણાના બજારો બંધ

Mehsana News: મહેસાણાના જોટાણાગામે મહિલા તાલુકા ડેલિગેટ અને પરિવારની અન્ય મહિલાઓ તથા બાળકોને પાંચ લૂંટારોએ ઘરમાં ઘૂસીને બંધક બનાવી રિવોલ્વોરની અણીએ 80 તોલા સોના અને…

gujarattak
follow google news

Mehsana News: મહેસાણાના જોટાણાગામે મહિલા તાલુકા ડેલિગેટ અને પરિવારની અન્ય મહિલાઓ તથા બાળકોને પાંચ લૂંટારોએ ઘરમાં ઘૂસીને બંધક બનાવી રિવોલ્વોરની અણીએ 80 તોલા સોના અને રોકડની લૂંટ ચલાવવાના બહુચર્ચિત બનાવને ૭ દિવસ થવા છતા પોલીસ લૂંટારોને પકડવામાં નિષ્ફળ ગઈ છે. જેને પગલે ગામજનોએ સુધી લૂંટારુઓ ન પકડાય ત્યાં સુધી જોટાણાનું બજાર બંધ રાખવા લીધેલા નિર્ણયને પગલે સોમવારે જોટાણાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું. જોટાણા ગામના ચોકમાં મંડપ બાંધીને રામધૂન, આમરણાંત ઉપવાસ જેવા કાર્યક્રમો આપવાનો નિર્ણય લેવાયો છે.

મહિલા તાલુકા ડેલિકેટના ઘરમાં ઘૂસી જઈને લૂંટ આચરનાર ટોળકીને ઝડપી લેવા પોલીસે વિવિધ ટીમો કામે લગાડી છે. તો બીજી બાજુ, લૂંટારુઓ હાથમાં ન આવતા રોષે ભરાયેલા જોટાણા ગામના આગેવાનો અને સ્થાનિક લોકોએ વિશાળ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને ચાર દિવસ પહેલા આવેદનપત્ર આપી લૂંટારોને ઝડપી લેવા માંગણી કરી હતી. પોલીસ લૂંટારુઓને નહીં ઝડપે તો બંધના એલાનની ચીમકી પણ તે સમયે આપી હતી.

ધારાસભ્યએ ગાંધીનગર ગજવવાની આપી ચીમકી

જોટાણાના સ્વયંભૂ બંધ રાખનાર વેપારીઓએ એક મતે જણાવ્યું હતું કે, અહીં સુરક્ષાના નામે અનેક છીંડા છે. જોટાણા બહુ મોટું માર્કેટ છે, અહીં બેંક સહિતની સુવિધા હોવા છતાં પોલીસ ચોકીની વ્યવસ્થા નથી. અવારનવાર હુમલા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓ બનતી હોય ત્યારે અહીં પોલીસ પોઇન્ટ ન હોવાના કારણે તમામ પરેશાન છે. મહિલા તાલુકા ડેલિકેટના ઘરે થયેલી લૂંટના કેસમાં લૂંટારુઓ પકડાયા નથી. ત્યારે આ મામલો ગાંધીનગર સુધી લઈ જવાની પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે.

હદ છે! અમદાવાદમાં બહેનને લઈને આવ્યો ભાઈ, પ્રેમી-પંખીડા સમજીને પોલીસ ઘરમાંથી…

‘અમે બધા ધરણાં પર બેસીશું’

ભોગ બનેલા તાલુકા ડેલિગેટે જણાવ્યું હતું કે, મારા મોઢામાં રિવોલ્વર નાખીને જે હોય તે પૈસા આપી દે તેમ કહીને ગાલ ઉપર લાફા માર્યા હતા. જ્યારે મારી બીમાર સાસુને લૂંટારુઓ ઘસડીને રૂમમાં લઈ ગયા હતા. પરિવારજનોને માર મારીને ૮૦ તોલા સોના અને રોકડની લૂંટ ચલાવી છે. આરોપીઓ નહીં પકડાય તો અમે બધા ધરણા ઉપર બેસી જઈશું.

    follow whatsapp