અરવલ્લીઃ મોડાસાની એક પ્રાથમિક શાળાની શિક્ષિકા સાથે શારીરિક શોષણ અને આર્થિક ઠગાઈની ઘટના બની હોવાની ફરિયાદ સામે આવી છે. શિક્ષિકા સાથે 5 પુરુષો અને 2 મહિલાઓએ મળીને શારીરિક શોષણ અને આર્થિક ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. લાખો રૂપિયા પડાવવાના મામલા પર હવે પોલીસ ફરિયાદ નોંધાતા હવે આગળની કાર્યવાહી થશે.
ADVERTISEMENT
સતત ત્રણ વર્ષ શારીરિક શોક્ષણ કર્યું
મોડાસાની એક પ્રાથમિક શાળાની શીક્ષિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ અનુસાર 5 પુરુષો અને 2 મહિલાઓએ મળીને તેને છેતરી છે. ફરિયાદમાં કહ્યું છે કે આરોપીઓ પૈકી એક આરોપીએ લગ્નની લાલચ આપીને સતત ત્રણ વર્ષ સુધી તેણીનું શારીરિક શોષણ કર્યું છે. આરોપીઓ પૈકી એક શખ્સે 23 લાખ રૂપિયા શિક્ષિકા પાસેથી મેળવી લઈને 18 લાખ રૂપિયા પાછા આપ્યા પણ 5 લાખ રૂપિયા પાછા આપ્યા ન હતા.
પહેલવાનોના સમર્થનમાં ખાપ પંચાયત: 9 જુન સુધીમાં બૃજભૂષણ સિંહની ધરપકડ કરો નહી તો સરકાર ભોગવશે
લાખો રૂપિયાની કરી છેતરપીંડી
આ સિવાસ પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલા અન્ય લોકોએ રૂપિયા 21.75 લાખ તેણી પાસેથી લીધા અને પછી પાછા આપ્યા ન હતા. જેને લઈને છેતરપીંડી કરી હોવાના આરોપ પણ શીક્ષિકાએ મુક્યા છે. ફરિયાદ પ્રમાણે મુખ્ય આરોપીની પત્ની અને માતા ઉપરાંત તેનો ભાઈ સહિતનાઓએ શિક્ષિકાને અવારનવાર ધમકીઓ પણ આપી હોવાના આક્ષેપ કર્યા છે. સાથે જ તેણી સાથે અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો. શિક્ષિકાની ફરિયાદ બાદ શિક્ષણ આલમમાં અનેક તર્ક વિચર્કો શરૂ થયા છે.
આરોપીઓના નામ
1) સત્યવાન રસિકભાઈ પટેલ
2) ધીમંત વિઠ્ઠલભાઇ પટેલ
3) મહેન્દ્ર કોદરભાઇ પટેલ
4) આશિષ અનિલભાઈ પટેલ
5) અમિષા સત્યવાનભાઈ પટેલ
6) સુધા રસિકભાઈ પટેલ
7) ગોપાલ રસિકભાઈ પટેલ
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT
