અમદાવાદઃ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં મુખ્ય આરોપી તથ્ય પટેલના નવાબી શોખના એક બાદ એક વીડિયો સામે આવી રહ્યા છે, તથ્ય પટેલ મોંઘીદાટ ગાડીઓ સાથે વીડિયો શૂટ કરાવવાનો પણ શોખીન હતો. તથ્ય પટેલ પોતાની યુ- ટ્યુબ ચેનલ ચલાવતો હતો. તથ્ય SICKK OFFICIALS નામે યુ-ટ્યુબ ચેનલ ચલાવતો હતો. જોકે યુ ટ્યુબ ચેનલ ચલાવવી કે મોંઘી ગાડીઓ અને વીડિયો શૂટનો શોખ રાખવો કોઈ ગુનો નથી પરંતુ તથ્ય દ્વારા જે રીતે લોકોને ફંગોળી નાખવામાં આવ્યા પછી તેના મોંઢા પર તેણે કરેલી ગંભીર ભુલનો કોઈ રંજ પણ દેખાતો ન્હોતો તેને લઈને તેના જીવનમાં તે કેવો વ્યક્તિ રહ્યો છે તેને લઈને હવે વિવિધ પાસાઓ સામે આવવા લાગ્યા છે.
ADVERTISEMENT
યુવાન સંતાનોની લાશ જોઈ પરિવારે મુકી પોકઃ વતન બોટાદમાં ઘેરો શોકઃ Ahmedabad Accident
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત રાત્રીએ ગોજારો અકસ્માત થયો હતો. જે કેસમાં મુખ્ય આરોપી જેગુઆર કાર ચાલક તથ્ય પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. આ શખ્સની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તે પોલીસના હાથમાં હતો અને તેની સામે હવે કાયદાકીય કાર્યવાહી થવાની હતી. જને લઈને તેના ચહેરા પર ચિંતાની એક રેખા જોવા મળતી ન્હોતી. ઉલ્ટાનું બિન્દાસ્ત ઊભો હતો. એટલું જ નહીં તેના ચહેરા પરથી 20 લોકોને ફંગોળી નાખવાનો અને 9 લોકોના જીવ લેવાનો જરા પણ રંજ નજરે પડી રહ્યો ન્હોતો. ઘટનાને લઈને જ્યાં 9 પરિવારોનો અંતરઆત્મા ધ્રુજી ગયો છે ત્યાં બીજી બાજુ તથ્યના મોંઢા પરથી માંખ ઉડતી ના હોય તેવું જોવા મળ્યું છે. હાલ આ ઘટનામાં પોલીસે તથ્યના પિતા અને તથ્યની પણ ધરપકડ કરી લીધી છે.
તથ્યના સાથે કારમાં રહેલા મિત્રોની પણ અટકાયત
એક થાર કાર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી અને આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની મદદ માટે લોકો દોડી ગયા હતા. દરમિયાન અમદાવાદ પોલીસને અકસ્માતની જાણકારી મળતા પોલીસ પણ અહીં આવી ગઈ હતી ત્યારે અચાનક ફૂલ સ્પીડમાં એક જેગુઆર કાર આવી અને લોકોને ફંગોળી નાખ્યા હતા. આ ઘટનામાં એક હોમગાર્ડ, પોલીસ કર્મચારી સહિત 9 વ્યક્તિ મોતને ભેટ્યા હતા. અકસ્માત બાદ આ મામલામાં કાર ચાલક આરોપી તથ્ય પટેલના બચાવમાં તેના પિતા અને વકીલ ઉતરી ગયા હતા. જોકે પોલીસે આ મામલામાં તથ્ય પેટલના પિતા સહિત 6 વ્યક્તિની અટકાયત કરી લીધી છે. જેમાં તથ્ય સાથે કારમાં રહેલા તેના મિત્રોનો પણ સમાવેશ થાય છે. ઘટનાનો મુખ્ય આરોપી એવો નબીરો તથ્ય પટેલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો હતો અને તેને બાદમાં પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી.
સુરેન્દ્રનગરમાં સ્વજનની લાશ જોઈ પરિવારે કર્યો આક્રંદ
સુરેન્દ્રનગર જિલ્લોના ચુડાના મૂળ વતની અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી રહેલા ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર, પણ કાર અડફેટે મૃત્યુ પામ્યા હતા. તેમનો મૃતદેહ ચાંચકા ગામે લાવવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરના બે મિત્રો અરમાન વઢવાણીયા, અમન કરછીની ડેડ બોડી પણ સુરેન્દ્રનગર ખાતે એમના નિવાસ સ્થાને લાવવામાં આવી હતી. સુરેન્દ્રનગર જીલ્લાના ફૂલ ૦૩ વ્યકિતના આ કારની અડફેટે મોત નીપજતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી.
ADVERTISEMENT
