વિરેન જોશી, મહીસાગર: ગુજરાત પ્રેદેશ ભાજપા લઘુમતી મોરચાના સહ કાર્યાલય મંત્રી રિયાઝ હુસેનના ભાઈ તેમજ બાલાસિનોર તાલુકા ભાજપના મહિલા મોરચાના ઉપ પ્રમુખ ખાતુંનના પુત્ર સમીર દ્વારા બાલાસિનોરની હિન્દૂ યુવતીની ભગાડી લઈ જવાની ઘટના પગલે આ બન્ને ભાજપ નેતાઓ પાસેથી રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બાલાસિનોર તાલુકામાં થોડાક દિવસો પહેલા એક લઘુમતિ યુવક સમીર દ્વારા હિન્દૂ યુવતીને ભગાડી લઈ જવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં હિન્દૂ યુવતીને ભગાડી જનાર લઘુમતી યુવક સમીરનો ભાઈ રિયાઝ હુસેને ગુજરાત પ્રેદેશ ભાજપા લઘુમતી મોરચાના સહ કાર્યાલય મંત્રી જવાબદારી સંભળાતા હતો. જ્યારે યુવકની માતા બાલાસિનોર તાલુકા ભાજપમાં મહિલા ઉપ પ્રમુખની જવાબદારી સાંભળતા હતા. ભાજપના સંગઠનમાં જોડાયેલા આ નેતાઓના પરિવારના સદસ્ય દ્વારા હિન્દૂ યુવતિને ભગાડી જતા ભાજપા દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા સમજી સંગઠનના આ નેતાઓ પાસેથી રાજીનામાં માંગી લેવામાં આવ્યા છે
જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા લેવામાં આવ્યું રાજીનામું
રાજીનામાં બાબતે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાએ ગુજરાત તક સાથે ટેલીફોનિક વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની ગંભીરતા સમજીને પ્રદેશ ભાજપ દ્વારા તેમજ જિલ્લા ભાજપ દ્વારા આ બન્ને સંગઠનના કાર્યકરો પાસેથી રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. જેમાં ગુજરાત પ્રેદેશ ભાજપા લઘુમતી મોરચાના સહ કાર્યાલય મંત્રી જવાબદારી સાંભળતા રિયાઝ હુસેનનું રાજીનામુ ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ મોહસીન લોખંડવાલા દ્વારા લઇ લેવામાં આવ્યું છે. જ્યારે બાલાસિનોર તાલુકા મહિલા મોરચાના ઉપ પ્રમુખ ખાતુંનનું રાજીનામુ મારા દ્વારા એટલે કે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા લઇ લેવામાં આવ્યું છે
શુ હતો મામલો
બાલાસિનોર નગર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ લઘુમતી યુવક અને હિન્દુ યુવતી નાસી ગયાની ઘટનાના પગલે સમગ્ર બાલાસિનોર નગર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો .હતો અને સમગ્ર બાબતે યુવતીના પિતા દ્વારા બાલાસિનોર પોલીસને અરજી આપ્યા બાદ બાલાસિનોર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેના પગલે બાલાસિનોર પોલીસે અલગ અલગ ટીમો બનાવી મોબાઈલ લોકેશનના આધારે અમદાવાદ એલિસ બ્રિજ પાસે આવેલ નિલકમલ ગેસ્ટહાઉસના પાંચમા માળે આવેલી રૂમનું લોકેશન મળ્યું છે. પોલીસે અડધી રાત્રે બારણું ખખડાવી તપાસ હાથ ધરતા બાલાસિનોરના લઘુમતી યુવક શેખ સમીર હુસેન અબ્દુલઅજીજ ઉર્ફે પિન્ટુ નામનો યુવક અને હિન્દૂ યુવતી રૂમમાંથી મળી આવતા પોલીસ દ્વારા તેઓને બાલાસિનોર પોલીસ સ્ટેશન લાવવા આવ્યા હતા. સમગ્ર બાબતે પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ યુવક યુવતીને તું તારા ઘરે અને હું મારા ઘરે હવે આપણે કોઈ સબંધ નહીં તેમ જણાવ્યું હતું. યુવતીના પિતા સહિત સગાવ્હાલા ખૂબ સમજાવાનો પ્રયન્ત કરતા યુવતી એકની બે ના થતાં માતા પિતાની સંમતિથી યુવતીને આણંદ ખાતે આવેલા નારી સંરક્ષણ કેન્દ્રમાં પોલીસે સોંપી હતી.
લઘુમતી સમાજનો યુવક ફાઈન્યાસમાં નોકરી કરતો હતો.
લઘુમતી સમાજનો યુવક સમીર હુસેન અબ્દુલઅજિજ શેખ ઉ.વ ૩૨ રહે રાજપુરી દરવાજા બાલાસિનોર જેઓ સિઝર ( બાઈકના હપ્તા ના ભરતી બાઇક ખેંચવામાં ) નોકરી કરતો હતો તે સમયે હિન્દૂ યુવતીના પરિચયમાં આવ્યો હતો. ભાજપ પ્રદેશ લઘુમતી મોરચાના સહમંત્રી રિયાઝનો ભાઈ અને બાલાસિનોર તાલુકા ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખ ખાતુંનના પુત્ર સમીર દ્વારા આવું કૃત્ય કરવામાં આવતા હિન્દૂ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેથી સમગ્ર ઘટનાની ગંભીરતા સમજી ભાજપા દ્વારા આ બન્ને સંગઠનના નેતાઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
