Lok Sabha Election: 'ચા વાળાએ દેશની ઈકોનોમીને 11 નંબરેથી 5 નંબર પર પહોંચાડી દીધી', આણંદમાં PM મોદીનો હુંકાર

Gujarat Tak

02 May 2024 (अपडेटेड: May 2 2024 12:45 PM)

PM Modi addressing an election rally: લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાના મતદાન બાદ હવે દેશની નજર ત્રીજા તબક્કાના મતદાન પર ટકેલી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે.

PM Modi

આણંદમાં PM મોદીનો હુંકાર

follow google news

PM Modi addressing an election rally: લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાના મતદાન બાદ હવે દેશની નજર ત્રીજા તબક્કાના મતદાન પર ટકેલી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં બે જગ્યાએ જનસભા સંબોધ્યા બાદ આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધી રહ્યા છે. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો ઉમટ્યા છે. 

આ પણ વાંચો

'ચા વાળાએ દેશની અર્થવ્યવસ્થાને 5મા સ્થાને પહોંચાડી'

પીએમ મોદીએ ગુજરાતના આણંદમાં એક રેલીને સંબોધતા કહ્યું કે,'ચા વાળાએ દેશની ઈકોનોમીને 11 નંબરેથી 5 નંબર પર પહોંચાડી દીધી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, બેંકનું રાષ્ટ્રીયકરણ ગરીબોના નામ પણ કરવા છતાં કોંગ્રેસ સરકાર 60 વર્ષ સુધી કરોડો લોકોના બેંક ખાતા પણ ખોલાવી શકી ન હતી. અમારી સરકારે કોરોડો લોકોના બેંક ખાતા ખોલાવ્યાં. આજે ગરીબ બેંકમાં જઈને કારોબાર કરી રહ્યા છે.

Lok Sabha Elections: ભાજપને મોંઘો પડી શકે છે ક્ષત્રિયોનો ગુસ્સો, આ 10 બેઠકો પર બગાડી શકે છે 'ખેલ'


 PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું 'અડધી રોટલી ખાઈશું, ઈન્દિરાને લાવીશું' કહેનારાઓએ કોંગ્રેસ છોડી દીધું છે, નહેરૂના જમાનાથી કોંગ્રેસની રિમોટ સરકાર ચાલતી હતી, તમામ ચૂંટણીના રેકોર્ડ જોઈ લો. દરેક સભામાં એક જ વાક્ય બોલાતા હતા ગરીબ ગરીબ ગરીબ...આ જ તેઓનો ખેલ ચાલતો હતો. પણ જ્યારથી મોદી ગરીબોના આશું લુછવા લાગ્યો ત્યારથી ગરીબોએ કોંગ્રેસને છોડી દીધી.


 

    follow whatsapp