'નિલેશ કુંભાણીને જ્યાં છુપાવું હોય ત્યાં છુપાઈ જાય, 7 તારીખ પછી...', પ્રતાપ દુધાતની ખુલ્લી ધમકી

Gujarat Tak

24 Apr 2024 (अपडेटेड: Apr 24 2024 5:37 PM)

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ એક બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા.

Lok Sabha Election

ભુપત ભાયાણી પર ગુસ્સે ભરાયા પ્રતાપ દુધાત

follow google news

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ એક બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા. સુરત લોકસભા સીટ પર થયેલા આ ખેલમાં કોંગ્રેસના જ ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપ સાથે ભળેલા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સાથે જ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ જશે. આ વચ્ચે હવે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે  નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારોને ધમકી આપતા માહોલ ગરમાયો છે. 

આ પણ વાંચો

હું પોતે આ લડાઈ લડવાનો છુંઃ પ્રતાપ દૂધાત

પ્રતાપ દૂધાતે  નિલેશ કુંભાણીને કહ્યું હતું કે, તમારે જ્યાં સંતાવું હોય ત્યાં સંતાઈ જજો, સુરતમાં કાં તો તમે રહેશો કાં તો પ્રતાપ દૂધાત રહેશે. હું નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. જેણે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે તેને હું છોડવાનો નથી. હું પોતે આ લડાઈ લડવાનો છું. આ એટલે કહું છું કે તેણે પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે. 

આ પણ વાંચોઃ સુરતમાં કોંગ્રેસના જ ઉમેદવારે કર્યું 'મેચ ફિક્સિંગ'? 'ઓપરેશન બિનહરીફ' માટે 5 સ્ટાર હોટલમાં લખાઈ હતી સ્ક્રીપ્ટ!

 

'કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાનું પરિણામ શું આવે હું બતાવીશ'

દૂધાતે કહ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર કુંભાણી ઈઅને તેના ત્રણ ટેકેદારે જ્યાં સંતાવું હોય ત્યાં સંતાય જાય, તમારે સી.આર. પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા રહેજો. 7 તારીખ પછી મારી લડાઈ શરૂ થશે.સુરતમાં કાં તમે રહેશો કાં પ્રતાપ દૂધાત રહેશે. તમને બતાવીશ કે કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાથી પરિણામ શું આવે હું ત્યાં આવીને બતાવીશ.'

આ પણ વાંચોઃ કોંગ્રેસના ઉમેદવાર Nilesh Kumbhani હવે ભાજપમાં જોડાશે! બિનહરીફ જીત બાદ ભાજપે પડ્યો મોટો ખેલ

 

મંગળવારે કાર્યકરોએ કર્યો હતો વિરોધ 

આપને જણાવી દઈએ કે, સુરત લોકસભા બેઠક નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ ટેકેદારોની ખોટી સહીઓના કારણે રદ થયા બાદ બિનહરીફ થતાં હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિલેશ કુંભાણીને નિશાને લેવાનું શરૂ કર્યું છે. મંગળવારે સુરત ખાતે આવેલા નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ કાર્યકરો પહોંચ્યા હતા અને  ઘરના દરવાજા પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલાં બેનરો લગાવ્યાં હતાં.  

    follow whatsapp