અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં આજે વહેલી સવારે જ ધોધમાર વરસાદના ઝાપટા પડ્યા હતા. શનિવારે અચાનક ધોધમાર વરસાદ વરસતા અમદાવદામાં કેટલાક અંડર બ્રિજમાં પણ સામાન્ય પાણી ભરાવા લાગ્યા હતા. અહીંના રોડ રસ્તાની તો શું વાત કરવી, રોડ પર ખાડા અને લગાાયેલા થિગડાંઓને લઈને રસ્તામાં ઠેરઠેર ખાબોચિયાઓ ભરાયેલા હતા. વહેલી સવારે જ અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં જાણે મન મુકીને વરસાદ તૂટી પડ્યો હોય તેવી રીતે વરસાદના અવાજે પણ ઘણાની નિંદ્રા તોડી નાખી હતી.
ADVERTISEMENT
ત્રણ દિવસથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ
શુક્રવારે ખાસ કરીને જામનગર, ઉત્તર ગુજરાત, ભુજ અને રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં વરાસદ નોંધાયો હતો. જ્યાં અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થતા ઉનાળામાં ઘરની બહાર સુઈ રહેલા લોકોને ગાદલા લઈ દોડધામ કરવાની ફરજ પડી હતી. ત્યાં આ તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં અત્યંત ચિંતાનો માહોલ પણ છવાઈ ગયો હતો. પાલુપુર અને બહુચરાજીમાં વીજળી પડવાને કારણે બે યુવાનોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. માર્કેટિંગ યાર્ડ્સમાં પણ ખુલ્લા રખાયેલા ધાનો પર વરસાદી પાણી ફરી વળતા ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતોને ખેસ કરીને જુવાર અને બાજરીના પાકને નુકસાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉના માવઠામાં ખેડૂતોને ખાસ કરીને જીરું, કેરી વગેરેના પાકોને જંગી નુકસાન થયું હતું.
PBKS vs LSG: 22 છગ્ગા, 45 ચોગ્ગા અને 458 રન, IPLની રોમાંચક મેચમાં લખનૌ સુપર
લોકોએ માવઠામાં જીવ ગુમાવ્યા
ઉત્તર ગુજરાતમાં જ 13 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે જોટાણામાં પોણો ઈંચ વરસાદ થયો હોવાનું નોંધાયું ચે. બહુચરાજી, શંખલપુર, કાલરી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદને કારણે પાકને ઘણું નુકસાન થયું છે. ભુજમાં અંજાર ખાતેની રતનાલવાડીમાં બાબુ રામ (35)નું વીજળી પડતા મોત તું હતું. ત્યાં જ પાલનપુરમાં 15 વર્ષનો જવાનસિંહ સોલંકી ખેતરમાંથી ઘરે આવતો હતો ત્યારે તેના પર વીજળી પડતા તેનું મોત થયું હતું. ઉપરાંત પાટણમાં રાણકીવાવ જોવા આવેલા ચાર મિત્રો વરસાદમાં લીમડાના ઝાડનીચે ઊભા હતા ત્યારે 25 વર્ષીય સંદીપ પ્રજાપતિ અને 30 વર્ષીય રોહિત મેવાડા પર વીજળી પડી હત. જેમાં સંદીપનું મોત નીપજ્યું હતું જ્યારે રોહિતને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
વરસાદનું જોર વધવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું જોર વધી જાય તેવી સંભાવનાઓ છે. પાંચ જિલ્લામાં 50 ટકા સુધી 2.5 મીમીથી લઈ 2.5 ઈંચ સુધીનો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે.
બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
