અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા ફરીથી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. જગદીશ ઠાકોરના નેતૃત્વમાં ચૂંટણી લડનારી કોંગ્રેસે અત્યાર સુધીની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું, ત્યારે કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુજરાત માટે નવા અધ્યક્ષ મેદાને ઉતાર્યા છે. ત્યારે શક્તિસિંહ ગોહિલને ગુજરાતને કમાન સોંપવામાં આવી છતાં પણ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના ટ્વિટથી આંતરિક વિખવાદ સામે આવ્યો છે.
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં પ્રાણફૂંકવા શક્તિસિંહ ગોહિલને મેદાને ઉતાર્યા છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. અઅ દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિરોધ નોંધાવ્યો છે. ગ્યાસુદ્દીન શેખના ટ્વિટે રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. આ સાથે કોંગ્રેસના સંગઠનથી ફરી એક વખત નારાજગી દર્શાવી છે. જોકે થોડા સમય પહેલા જગદીશ ઠાકોરને પ્રમુખ પદ માટે દૂર કરવા પણ ટ્વિટ કર્યું હતું. ત્યારે ફરી એક વખત નારાજગી દર્શાવી છે અને
ગ્યાસુદ્દીન શેખ દ્વારા મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ટ્વિટમાં ટેગ કરીને દિવસ-રાત મહેનત કરતા નેતાઓને મહત્વ આપવાની માંગ કરી છે.
જાણો ગ્યાસુદ્દીન શેખે શું લખ્યું ટ્વિટમાં
ગુજરાતમાં હાલ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત છે. ત્યારે કોંગ્રેસનાં સિનિયર નેતાઓથી ગ્યાસુદ્દીન શે નારાજ હોવાનું સામે આવ્યું છે. ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરી નારાજગી દર્શાવી છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને વરિષ્ઠ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તમને વિનંતી કરે છે ઈતિહાસની સૌથી ખરાબ હાર છતાં ગુજરાત કોંગ્રેસે કોઈ બોધપાઠ નથી લીધો?
શું ખરાબ હારના કારણોની તપાસ કરનાર ફેક્ટ ફાઉન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટમાં એવું નથી કહ્યું કે જેમણે રાત-દિવસ કામ કર્યું છે તેમને પણ મહત્વ આપવું જોઈએ?
આ પહેલા પણ ગ્યાસુદ્દીન શેખે ખુલ્લો વિરોધ કર્યો હતો
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ પ્રેસિડેન્ટ ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તથા કે.સી વેણુગોપાલને ટેગ કરીને ટ્વીટ કરતા લખ્યું છે કે, હાઈકમાન્ડે પોતાની વિવેક બુદ્ધિ અને સર્વેના આધાર પર કોંગ્રેસની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ, પાયાના કાર્યકરને સન્માન આપનારા, લોકની સમસ્યાને લઈને સંઘર્ષ કરવાની ક્ષમતાવાળી વ્યક્તિને ગુજરાતના અધ્યક્ષ બનાવવા જોઈએ.
ADVERTISEMENT
