લોરેન્સ બિશ્નોઈને જલસા! અમદાવાદની જેલમાંથી પાકિસ્તાની મિત્રને કર્યો વીડિયો કોલ, પોલીસ વિભાગમાં હલચલ

Lawrence Bishnoi Video: ક્રાઈમની દુનિયાના સૌથી મોટા ગેંગસ્ટરમાંથી એક લોરેન્સ બિશ્નોઈને જેલમાં પણ તમામ સુવિધાઓ મળી રહી છે, તે જેલમાં પણ મોજથી જીવન જીવી રહ્યો છે...જેનો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો છે.

લોરેન્સ બિશ્નોઈને જલસા!

Lawrence Bishnoi Video

follow google news

Lawrence Bishnoi Video: ક્રાઈમની દુનિયાના સૌથી મોટા ગેંગસ્ટરમાંથી એક લોરેન્સ બિશ્નોઈને જેલમાં પણ તમામ સુવિધાઓ મળી રહી છે, તે જેલમાં પણ મોજથી જીવન જીવી રહ્યો છે...જેનો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો છે. આપને જણાવી દઈએ કે, હાલ સોશિયલ મીડિયા પર અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનો એક કથિત વીડિયા વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લોરેન્સ બિશ્નોઈએ જેલમાં બેઠા-બેઠા પાકિસ્તાનના મિત્રને વીડિયો કોલ કર્યો હતો અને ઈદની શુભેચ્છા પાઠવી હતી. જોકે, આ વીડિયોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી. આ વીડિયો અત્યારનો છે કે જૂનો તે અંગે પણ હજુ સુધી કંઈ સામે આવ્યું નથી.

લોરેન્સે વીડિયો કોલ કર્યો હોવાનો દાવો

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં યુઝર્સ દાવો કરી રહ્યા છે કે,  લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનમાં રહેતા પોતાના મિત્ર શહઝાદ ભાટીને અમદાવાદની જેલમાંથી ઈદની શુભેચ્છા પાઠવી હતી. તેણે બકરી ઈદના દિવસે પાકિસ્તાન મિત્રને વીડિયો કોલ કર્યો હતો અને ઈદની શુભેચ્છા પાછવી હતી. આ વીડિયોની ગુજરાત તક (Gujarat Tak) કોઈ પુષ્ટિ કરતું નથી

 

હજુ મને કંઈ ખબર નથીઃ ઋષિકેશ પટેલ

આ મામલે ગુજરાત ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,'મને આજે સવારે જ આ અંગે જાણ થઈ છે. મારે હજુ વાતચીત કરવાની બાકી છે, આ ઘટનામાં શું સત્યતા છે તે અંગે હજુ મને કંઈ ખબર નથી. પરંતુ ચોક્કસ આવી કોઈ ઘટના બની હોય તો તે ખોટી બાબત છે.' 

અમદાવાદની જેલમાં બંધ છે લોરેન્સ

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ સામે હત્યા અને ખંડણી સહિતના અનેક ગુના નોંધાયેલા છે. લોરેન્સ બિશ્નોઈ અત્યાર અમદાવાદની સાબરમતી જેલમાં બંદ છે. લોરેન્સને સાબરતમી જેલમાં એક ખાસ બેરેકમાં રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં લોરેન્સ બિશ્નોઈ અત્યારે NIAની કસ્ટડીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોરેન્સ બિશ્નોઈએ જ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા અને સુખદેવ ગોગામેડીની હત્યા કારવી હતી. તો તે સલમાન ખાનને પણ મારવાની અનેકવાર ધમકી આપી ચૂક્યો છે. 

નોંધઃ આ વીડિયોની ગુજરાત તક (Gujarat Tak) કોઈ પુષ્ટિ કરતું નથી

    follow whatsapp