સુરત: વહેલી સવારે લોકોના ઘરોમાં ઘૂસી મોબાઇલ ચોરીમાં 4 મહિલા સહિત 6ની ધરપકડ

Urvish Patel

• 04:54 PM • 27 Mar 2023

સંજયસિંહ રાઠોડ.સુરતઃ લોકોના ઘરોમાં વહેલી સવારે ચોરી કરનાર આંતરરાજ્ય કંજર ગેંગની ચાર મહિલા સહિત છ સાગરીતોને પકડી પાડીને સુરત શહેર સહિત અન્ય રાજ્યના 50થી વધુ…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ લોકોના ઘરોમાં વહેલી સવારે ચોરી કરનાર આંતરરાજ્ય કંજર ગેંગની ચાર મહિલા સહિત છ સાગરીતોને પકડી પાડીને સુરત શહેર સહિત અન્ય રાજ્યના 50થી વધુ ગુના ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે.હાલ તો પોલીસે તમામ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો

Ahmedabad: PM મોદીને મારી નાખવાની પોસ્ટ કરનાર શખ્સની ધરપકડ

એક રાજ્યમાંથી ચોરી કરી સામાન બીજા રાજ્યમાં વેચતા
સુરત શહેરમાં લોકોના ઘરોમાંથી મોબાઈલ ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી જેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે આંતરરાજ્ય કંજર ગેંગના ૬ સભ્યોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ૪ મહિલા અને બે પુરુષની ધરપકડ કરી છે તેમજ તેઓની પાસેથી પોલીસે ૩.૩૫ લાખની કિમતના જુદા જુદા ૫૧ મોબાઈલ ફોન કબજે કર્યા છે. પોલીસે આ ગેંગને ઝડપી કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા એકાદ વર્ષથી તેઓની ગેંગના સભ્યો દ્વારા ગુજરાત રાજ્યના વડોદરા, અમદાવાદ, સાણંદ, હાલોલ, સુરત તથા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ, થાણે, પુણે વિગેરે શહેરોમાં વહેલી સવારે ખુલ્લા મકાનમાં ઘૂસીને અથવા બારીમાંથી મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ તથા અન્ય ચીજવસ્તુઓઈ ચોરી કરતી હતી અને એક રાજ્યમાંથી કરેલી ચોરીઓનો સમાન તે અન્ય રાજ્યોમાં જઈને આ ગેંગના સભ્યો દ્વારા વેચાણ કરાતો હતો.

ગર્ભવતી મહિલા અને બે બાળકોની હત્યાના દોષિતને આવી રીતે મળી ફાંસીમાંથી મુક્તીઃ ઘટના સમયે નાબાલિક

50થી વધુ ગુનાના ભેદ ઉકેલાયા!
ધરપકડ કરાયેલા અજય ઉર્ફે અહેમદ પપ્પુ રાજનટ, રવિ દેવા રાજનટ, મનીયા, રાયન કનુ ભંવરલાલ રાજનટ, સલમા રાજનટ અને હીના પ્રવીણ રૂમાલ રાજનટ નો સમાવેશ થાય છે. પોલીસે આ ગેંગને ઝડપી પાડી ૫૧ મોબાઈલ કબજે કર્યા છે તેમજ પોલીસ તપાસમાં ૫૦ થી વધુ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હોવાની માહિતી મળી હતી. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ઝડપાયેલો આરોપી અજય ઉર્ફે અહેમદ પપ્પુ રાજનટ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. તે ભૂતકાળમમાં સુરતના કતારગામ અડાજણ, વડોદરામાં પણ મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયો છે અને પાસા અટકાયતી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ કેદ હતો.

    follow whatsapp