ભાજપ-કોંગ્રેસ ભેગુ થઈ ગયુંઃ ચીફ ઓફીસર પ્રાચી દોશીની બદલી થતા છાંટ્યું ગંગાજળ ફોડ્યા ફટાકડા

Urvish Patel

• 05:37 PM • 15 Mar 2023

કૌશિક જોશી.વલસાડઃ વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાચી દોશીની આમોદ નગરપાલિકા ખાતે બદલી કરાયા બાદ આજે બુધવારે માજી સભ્યો ગેલમાં આવી ગયા હતા. ભાજપ…

gujarattak
follow google news

કૌશિક જોશી.વલસાડઃ વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાચી દોશીની આમોદ નગરપાલિકા ખાતે બદલી કરાયા બાદ આજે બુધવારે માજી સભ્યો ગેલમાં આવી ગયા હતા. ભાજપ અને કોંગ્રેસના માજી સભ્યો પાલિકા કચેરીએ પહોંચી ગયા હતા. પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર સી.ઓ.ની બદલી થતા માજી સભ્યોએ પગથિયા પર ગંગાજળ છાંટી નારિયેળ વધેરી ફટાકડા ફોડ્યા હતા.

આ પણ વાંચો

શિવસેનાના ચૂંટણી ચિહ્ન ફાળવણી મામલે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનો જવાબ

કોણ કોણ થયું બદલીથી ખુશખુશાલ
માજી સભ્યો દ્વારા સી.ઓ. પ્રાચી દોશીના ફરજ દરમિયાન નગરમાં વિકાસના કામો રૂંધાયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ પારડી નગરપાલિકાના તળાવના મુદ્દા ઉઠ્યા હતા. પારડી નગરપાલિકાના શાસક પક્ષના માજી સભ્ય અલી અન્સારી, રાજન ભટ્ટ, કિરણ મોદી, વિપક્ષ કોંગ્રેસના માજી સભ્ય બિપિન પટેલ, જીતુ ભંડારી, વગેરે ઓ હાજર રહી સીઓની બદલી મુદ્દે ઉત્સવ મનાવ્યો હતો. જેના કારણે ચર્ચાઓ જાગી છે કે, પ્રાજી દોશીની બદલીમાં રાજકારણનો ખેલ ખેલાઈ ગયો હોઈ શકે છે. જોકે પારડી નગરપાલિકામાં ચીફ ઓફિસર પ્રાચી દોશીની બદલી થતા તેમના સ્થાને અન્ય સીઓને હજુ બેસાડવામાં આવ્યા નથી.

‘તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો છે?’ જામનગરની કોલેજીયન યુવતી પર રોમીયોનો હુમલો

નેતાઓએ બદલી અંગે શું કહ્યું
ગેલમાં આવેલા માજી સભ્ય અલી અન્સારીએ જણાવ્યું હતું કે, સરકારના સીઓની બદલી કરતા નિર્ણયને આવકાર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં પારડી નગરપાલિકાનો વિકાસ ચીફ ઓફિસરના લીધે ન થયો હોવાનો આક્ષેપ કરી આખરે બદલી થતા ખુશી અને આનંદ ઉત્સવ મનાવ્યો હતો. તેમજ કોંગ્રેસના બિપિન પટેલે જણાવ્યું હતું કે પાલિકાની ગ્રાન્ટ પરત કરવામાં આવી અને નગરનો વિકાસ રૂંધાયો હોવાના આક્ષેપો કર્યા હતા.

    follow whatsapp