વિશ્વગુરુની દોડમાં હજુ પણ બને છે આવી ઘટનાઓ, રાજકોટમાં ગટરમાં ઉતરેલા બે સફાઈકર્મીના મોત

Urvish Patel

21 Mar 2023 (अपडेटेड: Mar 21 2023 2:31 PM)

રાજકોટઃ મોટી મોટી વાત કરવાની આવે ત્યારે આપણે ક્યાં પાછા પડીએ છીએ, વાત વિશ્વગુરુ બનવાની હોય કે પછી સ્માર્ટ સિટી, મેટ્રો સિટીની હોય. જોકે હજુ…

gujarattak
follow google news

રાજકોટઃ મોટી મોટી વાત કરવાની આવે ત્યારે આપણે ક્યાં પાછા પડીએ છીએ, વાત વિશ્વગુરુ બનવાની હોય કે પછી સ્માર્ટ સિટી, મેટ્રો સિટીની હોય. જોકે હજુ પણ આપણે ત્યાં સફાઈ કર્મચારીઓ વગર કોઈ સેફ્ટીના પગલા લીધે ગટરોમાં ઉતરી સાફસફાઈ કરે છે અને તેના કારણે ઘણી વખતે જીવ પણ તેમનો જોખમાય છે. તે એક અત્યંત શરમજનક બાબત છે છતા તે આપણા તંત્રને આવતી નથી તે જુદી વાત છે. અમદાવાદ હોય કે ગાંધીનગર કે પછી અન્ય કોઈ મોટા જિલ્લા પણ સફાઈ કર્મચારીઓની આ સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. રાજકોટમાં આવા જ બે સફાઈ કર્મચારીઓ ભૂગર્ભ ગટરની ગંદકી વચ્ચે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

આ પણ વાંચો

Farziના શાહિદ કપુર બનવા નીકળ્યા પણ અમદાવાદ પોલીસે નકલી નોટો સાથે પકડી પાડ્યા, પકડ્યું કારખાનું

ઝેરીલા ગેસની થઈ અસર અને…
રાજકોટ મવડી વિસ્તારમાં આવેલા સમ્રાટ મેઈન રોડ પર મહાનગર પાલિકાની ભૂગર્ભ ગટરમાં બે સફાઈ કર્મચારીઓના ઝેરી ગેસની અસરના કારણે મૌત થયા છે. ફાયર ટીમે બંનેને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં ફરજ પર રહેલા ડોક્ટરે તેમને મૃત જાહેર કાર્યા છે. મળી રહેલી વિગતો અનુસાર અહીં કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ કે જેમાં એકનું નામ મેહુલ અને અન્ય એકનું નામ અફઝલ હતું તે ગટરમાં સફાઈ કરી રહ્યા હતા. ત્યારે ગટરમાં રહેલી ઝેરીલી ગેસને કારણે તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા હતા.

કેવી રીતે બની આ ઘટના આવો સાંભળીએ સફાઈ કર્મચારીઓના એક સાથીએ શું કહ્યું

(ઈનપુટઃ નીલેષ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp