મોરારીબાપુ તમને વંદન કરી કહું છું… હર્ષ સંઘવીએ રામ નવમીએ વચન આપતા શું કહ્યું

નવસારીઃ રામ નવમીના દિવસે કથાકાર મોરારી બાપુની નવસારી ખાતે ચાલી રહેલી રામ કથામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. દરમિયાનમાં તેમણે મોરારી બાપુના…

gujarattak
follow google news

નવસારીઃ રામ નવમીના દિવસે કથાકાર મોરારી બાપુની નવસારી ખાતે ચાલી રહેલી રામ કથામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. દરમિયાનમાં તેમણે મોરારી બાપુના ચરણ સ્પર્સ કરીને તેમને વચન પણ આપ્યું છે કે અમે વિવિધ દૂષણો સામે મજબૂતાઈથી લડીશું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ધર્મોને લઈને, જાતીને લઈને નાદુરસ્ત સમય ચાલી રહ્યો છે, દારુ, હત્યા, બળાત્કાર, છેતરપીંડી, જમીનો પડાવવી વગેરે જેવા અઢળક બનાવો બની રહ્યા છે જેને પણ એકંદરે દુષણ કહેવામાં અતિશ્યોક્તિ નથી, ઘણા દૂષણોમાં તો ખુદ રાજકીય વગદારો, નાણાંકીય વગદારોના નામ સામે આવે છે, ત્યારે પોતાના કે પારકા ન ગણી સ્પષ્ટ દૂષણ પર ધ્યાન આપીને લોકોના ન્યાય માટે હર્ષ સંઘવી કામ કરે તે પણ એટલું જ આવશ્યક છે. હર્ષ સંઘવીએ જે રીતે વચન આપ્યું છે તે પ્રમાણે તેઓ કયા કયા દૂષણો સામે મજબૂતાઈથી લડતા રહેશે તે આગામી સમયમાં જરૂર જોવા મળશે, કે…

9 વર્ષની Insta Queen એ ટૂંકાવ્યું જીવન, આ છે કારણ

હર્ષ સંઘવીએ શું કહ્યું?
હર્ષ સંઘવીએ ભાર પુર્વક કહ્યું કે, આજે રામ નવમીના દિવસે આજે સવારે રામજીના દર્શન પછી મને આપના દર્શન કરવાનો લાહવો મળ્યો છે. બાપુ તમે ઘણી નીતિઓ, દુષણો અંગે તમે સમાજના હિતમાં વાતો કરતા કરતા અનેક વખત ઘણાઓને ના પણ ગમ્યું હશે, પણ મેં આપને દરેક દુષણો સામેના આપના એક એક વિષયો ખુબ ધ્યાનથી સાંભળ્યા છે. હું આ રાજ્યના યુવા નાગરિક તરીકે આપના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું કે આપે જે સમાજના જે કુરીવાજો સામે, દુષણો માટે કેવી રીતે લડવું જોઈએ તે માટે અલગ અલગ જગ્યાઓ પર પ્રેરણા પુરી પાડી છે. આપે જે રાહ ચિંધી છે અલગ અલગ દુષણો સામે લડવાની તે દુષણો સામે લડવા માટેની આ રામ નવમીના દિવસે હું વચન આપું છું કે અમે તે દુષણો સામે હજુ મજબુતાઈથી લડીશું.

(ઈનપુટઃ રોનક જાની, નવસારી)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp