ભાવનગરમાં યુવતીએ પ્રેમી સાથે મળી બિઝ્નેસમેન પર જોબનની જાળ ફેંકીઃ 1 કરોડ ખંખેર્યા

ભાવનગરઃ છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપની ઘટનાઓમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. નામાંકિત પેઢી ધારકો, અધિકારીઓ, વગદારો તો ઠીક સામાન્ય માણસો પર પણ હનીટ્રેપની જાળ…

gujarattak
follow google news

ભાવનગરઃ છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપની ઘટનાઓમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. નામાંકિત પેઢી ધારકો, અધિકારીઓ, વગદારો તો ઠીક સામાન્ય માણસો પર પણ હનીટ્રેપની જાળ ફેંકીને મોટી રકમ પડાવી લેવાના ગોરખ ધંધા ચાલી રહ્યા છે. જોકે ઘણા લોકો આ ઘટનામાંથી બહાર આવવા પોતાની ઈમેજને નુકસાન ન થાય તે માટે આવી ટોળકીઓના તાબે થઈ રૂપિયા લૂંટાવી પણ દે છે પણ બીજી બાજુ એવા ઘણા છે જે સત્યનો સ્વિકાર કરી પોલીસ પાસે જાય ત્યારે તેમને તેનું નિરાકરણ અને લાખો રૂપિયા બચી પણ જતા હોય છે. જોકે આવી જ એક ઘટના ભાવનગરમાં બની છે જેમાં એક ખાનગી પેઢીના માલિકને યુવતી અને તેના પ્રેમીએ સાથે મળીને હનીટ્રેપમાં ફસાવીને 1 કરોડ રૂપિયા ખંખેરી લીધા છે.

રાહુલ ગાંધીની લોક સભાની સદસ્યતા રદ કરવા મામલે ગોપાલ ઇટાલિયા આવ્યા મેદાને કહ્યું, ભાજપે લોકશાહીની

સતત હેરાન કર્યા કરતી હતી યુવતી
ભાવનગરના કાલ્વિબીડ વિસ્તારમાં રહેતા અને આધેડ વયના પેઢી માલિકને હનીટ્રેપ ભારે પડ્યાની ઘટના સામે આવી છે. પ્રેમી સાથે મળીને આ યુવતીએ જોકે આ પેઢી માલિક પાસે કરોડો પડાવ્યા છતા તેનું પેટ ભરાતું ન હતું. બળાત્કારની ફરિયાદ નોંધાવાની ધમીઓ આપીને સતત હેરાન કર્યા કરતી હતી આખરે આ મામલે હનીટ્રેપની ફરિયાદ થતા યુવતીને ઝડપી પાડવામાં આવી છે. હવે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને તેના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

72 વર્ષ જૂનો કાયદો અને લિલી થોમસ કેસ પર ચૂકાદો… આ રીતે Rahul Gandhiનું સંસદ સભ્ય પદ છીનવાયું

આર્થીક ભાર વધી જતા પોલીસ ફરિયાદ કરી
આ યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને આધેડને ફસાવ્યા અને તે પછી તેમના પાસેથી બળાત્કારની ફરિયાદ કરી દઈશ તેવું કહી ધમકાવીને રૂપિયા પડાવવા લાગી હતી. જાણે સોનાના ઈંડા આપતી મુરઘી મળી ગઈ હોય તેમ તે સતત તેમની પાસેથી રૂપિયા પડાવતી હતી. વેપારી પણ આ તરફ સમાજમાં પોતાની કહેવાતી ઈજ્જતને બચાવવા રૂપિયા આપતો રહેતો હતો. આખરે બંને પ્રેમી અને યુવતીએ સતત માગણીઓ ચાલુ રાખતા આર્થીક રીતે તૂટવાના કગારે પહોંચેલા પેઢી માલિકે પોલીસની મદદ લીધી હતી. પોલીસે આખરે એક્શન લઈને તેણીને પકડી પાડી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

    follow whatsapp