‘લતીફ-ચીમન પટેલનું નામ નથી લેવા માગતો’: ગૃહમાં હર્ષ સંઘવીના નિવેદનથી મોઢવાડિયા લાલઘૂમ

Urvish Patel

• 01:50 PM • 17 Mar 2023

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના એક જવાબથી ભારે ઉહાપોહ મચી ગયો હતો. થયું હતું એવું કે આજે શુક્રવારે અમિત ચાવડાએ દારુબંધી મામલામાં…

gujarattak
follow google news

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના એક જવાબથી ભારે ઉહાપોહ મચી ગયો હતો. થયું હતું એવું કે આજે શુક્રવારે અમિત ચાવડાએ દારુબંધી મામલામાં સવાલ કર્યો હતો. જેના કારણે ગૃહમાં આ પ્રશ્નને લઈને બંને પક્ષો વચ્ચે દલીલો થઈ ગઈ હતી. ચાવડાએ સવાલ કર્યો હતો કે દારુ ગુજરાતમાં પકડાયો કે ઘુસાડવામાં આવ્યો? ચાવડાના સવાલ પર હર્ષ સંઘવીએ તેનો જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો

ગુજરાતમાં કશ્મીર જેવો માહોલઃ Video જોઈ ચોંકી જશો

હર્ષ સંઘવીએ એવું તો શું કહ્યું કે મોઢવાડિયા આકરા થયા
અમિત ચાવડાના દારુ અંગેના સવાલ પર હર્ષ સંઘવીએ ગૃહમાં જવાબ આપતા કહ્યું કે, લતીફ કે ચીમન પટેલનું નામ લેવા માગતો નથી અને ગુજરાતનો ઈતિહાસ સહુ કોઈ જાણે છે. ગુજરાતમાં પોલીસ દ્વારા પહેલી વખત દારુ મામલામાં રેડ કોર્નર નોટિસ કઢાઈ છે. મોઢવાડિયાએ આ અંગે દલિલ કરતા કહ્યું કે, ચૂંટણી વખતે દારુની ટ્રકો ગુજરાતમાં લવાય છે. શૈલેષ પરમારે પણ કહ્યું કે, સ્વર્ગસ્થ ચીમન પટેલનું નામ ગૃહમાં ના લેવું જોઈએ. આખરે જે શાબ્દીક બાણ ચાલી રહ્યા હતા ત્યાં અધ્યક્ષ શંકર ચૌધરીએ મામલો થળે પાડ્યો હતો.

    follow whatsapp