2022માં ખંભાતમાં થયેલા કોમી રમખાણ કેસમાં વધુ 16 આરોપીઓ ઝડપાયા

Urvish Patel

• 04:24 PM • 23 Mar 2023

હેતાલી શાહ.આણંદઃ આણંદ જિલ્લાના ખંભાતમાં વર્ષ 2022 માં રામનવમીના શુભ દિવસે લઘુમતી કોમ દ્વારા કાંકરી ચાળો કરવામાં આવ્યા બાદ, કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. જેમાં…

gujarattak
follow google news

હેતાલી શાહ.આણંદઃ આણંદ જિલ્લાના ખંભાતમાં વર્ષ 2022 માં રામનવમીના શુભ દિવસે લઘુમતી કોમ દ્વારા કાંકરી ચાળો કરવામાં આવ્યા બાદ, કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. જેમાં હત્યાની કલમ પણ ઉમેરાઈ હતી. આ ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને થોડા દિવસો અગાઉ જડપી પાડ્યા હતા. જેમની પૂછપરછ બાદ આજે વધુ 16 આરોપીઓ કે જે નાસતા ફરતા હતા તેમને આણંદ એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે અગાઉ જે વિસ્તાર માંથી 10 આરોપીઓ ઝડપાયા હતા તેજ વિસ્તાર શક્કરપુરા વિસ્તારમાંથી વધુ 16 આરોપી ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો

ખેડામાં ચોર સમજી પતાવી દેનારા 7 સામે હત્યાનો ગુનો દાખલઃ મોબલિંચિંગના આરોપીઓ જેલમાં

રામનવમીના દિવસે થઈ હતી અથડામણ
વર્ષ 2022માં ખંભાત શહેરમાં રામનવમીના દિવસે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને જીવલેણ અથડામણ થઈ હતી. જ્યારે રામનવમીની યાત્રા સરદાર ટાવર પાસે પહોંચી હતી ત્યારે લઘુમતી કોમના અસામાજીક તત્વો એ કાંકરી ચારો કર્યો હતો, એટલુંજ નહીં 3 દુકાનોને આગ ચાંપી હતી. પોલીસે તે સમયે મામલો થાળે પાડી કેટલાક ઈસમોને ઝડપી પાડ્યા હતા. જોકે આ ગુનામાં છેલ્લા એક વર્ષથી ઘણા આરોપીઓ ફરાર હતા. એવામાં થોડા સમય અગાઉ આણંદ એસ.ઓ.જી ની ટીમે અલગ અલગ ટીમ બનાવી બાતમીના આધારે ખંભાતના શક્કરપુરા વિસ્તાર માંથી 10 આરોપીઓને ઝડપી પાડયા હતા. અને અન્ય આરોપીઓ ને ઝડપી પાડવા માટે પૂછપરછ હાથ ધરાઇ હતી. દરમ્યાન આણંદ એસ ઓ જી , એલ સી બી તથા ખંભાત પોલીસ દ્વારા કોમ્બિંગ કરી વધુ કોમી રમખાણોના 16 નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. શકરપુર વિસ્તારમાં રહેતો 24 વર્ષીય અવેઝ શેખ, 42 વર્ષીય ઈર્શાદ ઉરફે ભુરીયો મલેક, 21 વર્ષીય મોહમ્મદ ઝુબેર મલેક, 52 વર્ષીય શાહીદ હુસેન ઉર્ફે દાઢી ચાંદ ભાઈ શેખ, 35 વર્ષીય મોહમ્મદ સોહેબ મલેક, 44 વર્ષીય સરફરાજ હુસેન મલેક, ૪૧ વર્ષીય સાબીર હુસેન શેખ, 65 વર્ષીય ઈમ્તિયાઝ હુસેન કાઝી, 44 વર્ષીય રજજાક હુસેન મલેક, 35 વર્ષીય વસીમ અક્રમ મલેક, 23 વર્ષીય સલમાન ગરાસીયા, 27 વર્ષીય જાવીદખાન પઠાણ 43 વર્ષીય અકબર શાહ દિવાન, 37 વર્ષીય મહંમદ સોએબ મલેક, 33 વર્ષીય મોહમ્મદકામિલ શેખ, 42 વર્ષીય મોહમ્મદ ઈરફાન મલેક ને ઝડપી પડ્યા છે. અત્યાર સુધી ખંભાત રામનવમીના રમખાણો માં 26 આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp