Kesar Mango: આપણે ઉનાળાની ગરમી કેરીનો સ્વાદનો સ્વાદ માણતા હોય છીએ, પરંતુ ભર શિયાળા કેરીનો સ્વાદ માણવા મળે તો કેરીના શોખીનોને મોજ પડી જાય. પોરબંદરના આદિત્યાણા જાબુંવતી ગુફા નજીક આવેલા એક ફાર્મ હાઉસમા ભર શિયાળે કરી આવી છે. આ કેરી પોરબંદરના માર્કેટીગ યાર્ડમાં આવતા એક બોકસ આજે રૂ.15000માં વહેંચાયુ હતુ. જેને પગલે ખેડૂત ખુશખુશાલ બની ગયો હતો.
ADVERTISEMENT
4 બોક્સ કેસર કેરીની આવક થઈ
પોરબંદરના આદિત્યાણા ગામે જાબુંવતી ગુફા નજીક નાગાજણભાઇ બોખરીયાનો આંબાનો બગીચો આવેલો છે. કુલ 500 જેટલા કેસર કેરીના આંબા આવેલા છે. તેમાં ભર શિયાળે કરીની આવક થઇ હતી. આજે બુધવારે પણ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બરડાની પ્રખ્યાત કેસર કેરીના વધુ 4 બોક્સની આવક થઈ હતી. જેની 1 બોક્સની રૂ.15,000માં હરાજી થઈ હતી. કેરીના કુલ 4 બોક્સના સારા ભાવ મળતા ખેડૂત ખુશખુશાલ થઈ ગયા હતા.
15,000 રૂપિયામાં થઈ હરાજી
નાગાજણભાઇ બોખીરીયા કેસરી કેરીના બોકસ લઈને પોરબંદર માર્કેટીંગ યાર્ડ ખાતે લાવ્યા હતા. આથી ફ્રૂટના વેપારીઓએ ગુલાબના પુષ્પ વડે સ્વાગત કર્યુ હતું અને ખેડુતને પેંડા ખવડાવી અને મોઢું મીઠું કરાવ્યું હતું અને એક કેરીનું બોકસ રૂ.15000મા વહેંચ્યુ હતું.
ગત વર્ષે કેરી ન આવી તે આંબામાં કેરી પાકી
નાગાજણ બોખીયાના ફાર્મ હાઉસમાં ગત વર્ષે જે આંબામા કેરી આવી ન હતી તે 15 થી 20 જેટલા આંબામાં આ વર્ષે કેસરી કરીની આવક થઈ હતી. એક આંબામા અંદાજે 8થી 10 મણ કેરી આવશે તેવું જાણવા મળી રહ્યું છે. કેરીના શોખીનોને ભર શિયાળે કેસર કેરીનો સ્વાદ માણવા મળશે
(જીતેશ ચૌહાણ, પોરબંદર)
ADVERTISEMENT
