ગુજરાતમાં કેજરીવાલના કાઉન્સિલરો કરે છે તોડપાણી, આપના પૂર્વ નેતાએ લગાવ્યો ગંભીર આરોપ

સંજયસિંહ રાઠોડ, સુરત: ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીને ફક્ત પંચ બેઠકો મેળવી અને સંતોષ માનવો પડ્યો હતો ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પકડ સુરતથી મજબૂત…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ, સુરત: ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીને ફક્ત પંચ બેઠકો મેળવી અને સંતોષ માનવો પડ્યો હતો ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પકડ સુરતથી મજબૂત થઈ હતી. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો ચૂંટાયા હતા. ત્યારે સુરત મહાનગરપાલિકાનો બજેટનો આજે બીજો દિવસ છે. જ્યારે બજેટમાં આપમાંથી ભાજપમાં જોડાયેલા મહિલા કોર્પોરેટર રૂતા ખેનીએ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરો પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતાં ખળભળાટ મચ્યો હતો. .

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 કોર્પોરેટરો ચૂંટાયા હતા.તેમાંથી ત્રણ કોર્પોરટેરો ભાજપમાં જોડાયા છે. જે પૈકી રૂતા ખેની આપ માંથી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આપમાંથી ભાજપમાં જોડાયેલા મહિલા કોર્પોરેટરે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર ગંભીર આરોપ મુક્યો છે. આપના કોર્પોરેટર મહેશ અણઘણ, કનું ગેડિયા અને સોનલ સુહાગિયાના પતિ સંજય સુહાગિયા તોડ કરે છે. તેવા આરોપ મહાનગરપાલિકાના બજેટ સભામાં કર્યા છે.

 કોન્ટ્રાક્ટરનું નાક દબાવી તોડ પાડે
સુરત મહાનગરપાલિકાનો બજેટનો આજે બીજો દિવસ છે. જ્યારે બજેટમાં આપમાંથી ભાજપમાં જોડાયેલા મહિલા કોર્પોરેટર રૂતા ખેનીએ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરો પર ભ્રષ્ટાચારનો મૂક્યો છે. આપના કોર્પોરેટર મહેશ અણઘણ, કનું ગેડિયા અને સોનલ સુહાગિયાના પતિ સંજય સુહાગિયા તોડ કરે છે. સુડા અને SMCના કામોમાં પહોંચી જઇ કોન્ટ્રાક્ટરનું નાક દબાવી તોડ પાડે છે. સુડા અને પાલિકાના અધિકારીઓને દબાવવામાં આવે છે.

આપના કોર્પોરેટરો તોડપાણી કરે છે
પાલિકાની બજેટની સામાન્ય સભામાં ભાજપમાં જોડાયેલા આપના મહિલા કોર્પોરેટરે આપના કોર્પોરેટરો અને નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા છે. આપના કોર્પોરેટરો-નેતાઓ વોર્ડમાં ટોળકી બનાવી અધિકારીઓને દબાવીને તોડપાણી કરે છે.

આ પણ વાંચો: આકરા તડકા માટે રહેજો તૈયાર: ગરમીએ તોડ્યો છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ, ભુજ દેશનું સૌથી ગરમ શહેર

આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા રૂતા ખેની આરોપોને વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર મહેશ અણઘણ ખોટા ગણાવ્યા છે. મહેશ અણઘણે રૂતા ખેની પર જ પ્રશ્ન ઉભા કર્યા છે. તેમને જણાવ્યું છે કે આક્ષેપો કરવા એ ભાજપનું કામ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp