જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલને UK થી લવાશે ભારત, SP પોતે લંડનની કોર્ટમાં બન્યા વકીલ

Krutarth

• 05:14 PM • 30 Mar 2023

જામનગર : દેશની બેંકોનું કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનારો વિજય માલ્યા UK થી ભારત લાવવાનો રસ્તો સાફ થઇ ચુક્યો છે. ગુજરાત પોલીસના કુખ્યાત ભુમાફિયા જયસુખ રાણપરિયા…

gujarattak
follow google news

જામનગર : દેશની બેંકોનું કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનારો વિજય માલ્યા UK થી ભારત લાવવાનો રસ્તો સાફ થઇ ચુક્યો છે. ગુજરાત પોલીસના કુખ્યાત ભુમાફિયા જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. જામનગરનો કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ બે વર્ષ પહેલા UK માં ધરપકડ કરાઇ હતી. છેલ્લા બે વર્ષથી જયેશ પટેલને ભારત લાવવા માટે ચાલી રહેલી પ્રત્યાર્પણ સંધી અંગે યુનાઇટેડ કિંગ્ડમની કોર્ટ પ્રક્રિયા પુર્ણ કરી છે. પોલીસની ધરપકડથી બચવા માટે કુખ્યાત જયેશ પટેલ યુકેની કોર્ટમાં અનેક કાવાદાવા રમ્યો હતો. જો કે તે હવે નિષ્ફળ થયો હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો

જામનગરના તમામ કાળા ધંધામાં હતો જયેશ પટેલનો હાથ
અત્રે ઉલ્લેખનીય છે કે, જયેશ પટેલે જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાનો મુખ્ય આરોપી છે. સૌથી પહેલા વિશાલ માડમ સાથે ભૂમાફિયાગીરી શરૂ કરીને ટુંકાગાળામાં જયેશ પટેલ માલેતુજાર બની ગયો હતો. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડો જયેશ પટેલના નામે છે. જમીન પચાવી પાડવી, ખંડણી, અપહરણ, હત્યા સહિતનાં અનેક ગુનામાં તેનું નામ સંડોવાયેલું છે. અલગ અલગ કેસમાં 40 ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કે લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં હત્યા કરી હતી. વર્ષ 2018 માં વકીલ કિરીટ જોશીની ચપ્પુના ઘા મારીને હત્યા કરી હતી. કિરીટ જોશી હત્યા કેસમાં સાક્ષીઓને જયેશ પટેલે ધમકી આપી હતી.

વકીલની જાહેરમાં હત્યા બાદ વકીલ ફરાર થઇ ગયો હતો
વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઇ ગયો હતો. અત્યાર સુધીમાં તેના ત્રણ સાગરિતો જેલ જઇ ચુક્યા છે. જો કે જયેશ પટેલ ફરાર હતો. તેના પ્રત્યાર્પણની સંધી હવેપુર્ણ થઇ ચુકી છે. જો કે જયેશ ક્યાં હતો તે અંગે પોલીસ પાસે કોઇ ચોક્કસ માહિતી નહોતી. જો કે 2021 માં જયેશ પટેલે ખંડણી માટે કોલ કર્યો અને તેનો કોલ ટ્રેસ કરતા તે યુકેમાં હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ જયેશ પટેલને સોંપી દેવા માટે અપીલ કરી હતી. જેમાં ઇન્ટરપોલની નોટિસનો ઉલ્લેખ કર્યો હતો. એડ્વોકેટ કિરીટ જોશીના હત્યા કેસમાં ધરપકડ માટેના આદેશ કરાયા હતા.

પ્રેમસુખ ડેલુ અને નિતેશ પાંડે યુકેની કોર્ટમાં લડત આપતા હતા
આ અંગે જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ પ્રત્યાર્પણ સંધી અંગે કહ્યું કે, આ ગુજરાત પોલીસની ખુબ જ મોટી સફળતા છે. છેલ્લા એક વર્ષથી પ્રેમસુખ ડેલુ અને દ્વારકાના એસપી નિતેશ પાંડેય સતત યુકેની કોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાતા હતા. આખરે લાંબા સમય સુધી ચાલેલી પ્રક્રિયાના અંતે જયેશ પટેલને સોંપવા માટે યુકેની કોર્ટ તૈયાર થઇ ચુકી છે. જો કે જયેશ પટેલ જો અપીલમાં જાય તો પ્રક્રિયા હજી પણ લંબાઇ શકે છે.

    follow whatsapp