જામનગરમાં 7 ગામ માટે રસ્તો બનાવતા પાણીની લાઈન તૂટી, 25 દિવસથી ગ્રામજનોના પાણી માટે વલખાં

Yogesh Gajjar

• 05:56 AM • 19 Mar 2023

જામનગર: રાજ્યમાં એકબાજુ ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ છે ત્યાં જામનગરના એક ગામમાં છેલ્લા 25 દિવસથી લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. કનસુમરા ગામમાં…

gujarattak
follow google news

જામનગર: રાજ્યમાં એકબાજુ ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ છે ત્યાં જામનગરના એક ગામમાં છેલ્લા 25 દિવસથી લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. કનસુમરા ગામમાં જામનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા 7 ગામના લોકો માટે રસ્તો બનાવવાનું કામ શરૂ કરાયું હતું. જેમાં પાણી પુરવઠા વિભાગની મુખ્ય લાઈનમાં ભંગાણ પડ્યું હતું. એવામાં રસ્તો બનાવવાનું કામ તો અટકી ગયું છે પણ સાથે પાણીની પાઈપલાઈનનું સમારકામ ન થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો

રસ્તો તો ના બન્યો પાણી આવતું હતું તે પણ બંધ થઈ ગયું
આ અંગે ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગને જાણ કરી હોવા છતાં 25 દિવસથી પાણીની લાઈનમાં સમારકામ કરાતું નથી. એવામાં રસ્તાની સુવિધાની વાત તો બાજુમાં રહી પણ જીવન માટે જરૂરી પાણીના વલખા ગ્રામજનો મારી રહ્યા છે. ત્યારે હવે ગ્રામિણોમાં તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે પાણીની પાઈપલાઈનનું સમારકામ થાય એવી માગણી કરી છે.

આ પણ વાંચો: મહિનામાં 15 દિવસ સ્ટ્રીટ લાઈટ બંધ રાખો, લગ્નમાં DJ પર પ્રતિબંધ મૂકો’, ક્લાઈમેટ ચેન્જની ચર્ચામાં MLAએ કેવા કેવા સૂચનો આપ્યા?

તંત્રએ ફરિયાદનો ઉકેલ લાવવાની ખાતરી આપી
નોંધનીય છે કે, છેલ્લા 25 દિવસથી સ્થાનિક લોકોની ફરિયાદ છતાં તેનો ઉકેલ ન લાવનાર તંત્રએ મીડિયા સામે કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. જામનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેને આ મામલે હવે પાણી વિભાગને લાઈનનું સમારકામ કરવાની સૂચના આપી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp