‘ભક્તોની આસ્થાનો વિજય’- જગદીશ ઠાકોરે મોહનથાળ મામલે કહ્યું

Urvish Patel

• 12:36 PM • 14 Mar 2023

અંબાજીઃ અંબાજી મંદિરના પ્રસાદમાં વર્ષોથી અપાતા મોહનથાળને બદલે ચીક્કી શરૂ કરવાનો નિર્ણય આખરે સરકારે પરત ખેંચ્યો છે. બંધ કરવામાં આવેલા મોહનથાળના પ્રસાદને શરૂ કરવાનો નિર્ણય…

gujarattak
follow google news

અંબાજીઃ અંબાજી મંદિરના પ્રસાદમાં વર્ષોથી અપાતા મોહનથાળને બદલે ચીક્કી શરૂ કરવાનો નિર્ણય આખરે સરકારે પરત ખેંચ્યો છે. બંધ કરવામાં આવેલા મોહનથાળના પ્રસાદને શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે અહીં નોંધ લેવા જેવી વાત એ પણ છે કે મોહનથાળના આ વિવાદ વચ્ચે અંબાજી મંદિરમાં ચીક્કીના પ્રસાદની એન્ટ્રી થઈ ગઈ છે. હવે જીત્યું કોણ તે નક્કી કરવું મુશ્કેલ છે પરંતુ હાલ કોંગ્રેસના નેતા અને પક્ષના ગુજરાત પ્રદેશ પ્રુમખ જગદીશ ઠાકોરે કહ્યું કે આ ભક્તોની આસ્થાનો વિજય છે.

આ પણ વાંચો

મોહનથાળનો પ્રતિબંધ સરકારે પરત લેવો પડ્યોઃ જગદીશ ઠાકોર
જગદીશ ઠારોકે કહ્યું કે, સર્વે ગુજરાતીઓ અને માં અંબાના સૌ વભક્તોની પ્રાથના અને લડતના પરિણામે માં અંબાના પ્રસાદ મોહનથાળ પર લગાવાયેલા પ્રતિબંધને સરકારે પરત લેવો પડ્યો છે. ભક્તોની આસ્થાનો ભવ્ય વિજય છે. બોલ મારી અંબે, જય જય અંબે…

Breaking: નર્મદામાં ધરા ધ્રુજી, કેવડિયાથી 5 કિમી દૂર સુધી અનુભવાયો ભૂકંપ

બંને પ્રસાદ ચાલુ રાખવાનું નક્કી થયુંઃ હર્ષ સંઘવી
આ તરફ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે, ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર અને પ્રથમ શક્તિપીઠ અંબાજી ખાતે મંદિરમાં આપવામાં આવતા પ્રસાદના વિષયને અનુસંધાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મંત્રી ઋષિકેશ પટેલ, અંબાજી મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ, પુજારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠક દરમિયાન થયેલા વિચાર વિમર્શ અને ચર્ચામાં માઈભક્તોની આસ્થાને આદર આપીને શ્રદ્ધાળુઓ માટે મોહનથાળ અને ચીકી એમ બંનેનો પ્રસાદ આપવાનું નક્કી થયું. આ નિર્ણય ભક્તોની શ્રદ્ધાને સર્વોપરી રાખીને કરવામાં આવ્યો છે. જય અંબે.

અંબાજી મંદિરના પ્રસાદ મુદ્દે VHP એ કહ્યું, હર્ષ સંઘવી પોતે જૈન છે મહુડીમાં સુખડી બંધ

કોંગ્રેસે મુદ્દો વિધાનસભામાં ગજવ્યો
ઉલ્લેખનીય છે કે અંબાજીના પ્રસાદના મામલાને લઈને દાતાના રાજવી પરિવારે પણ હાઈકોર્ટ સુધી પીઆઈએલ કરવાની તૈયારીઓ દર્શાવી હતી તો આ ચીક્કી અને મોહનથાળ વચ્ચેનો મામલો આખરે વિધાનસભા સુધી ગાજ્યો હતો. અહીં કોંગ્રેસ દ્વારા અંબાજીના પ્રસાદને લઈને પ્લેકાર્ડ દર્શાવવા સાથે વિધાનસભા ગૃહમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે માટે કોંગ્રેસા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

    follow whatsapp