INDvsAUS World Cup Final 2023: PM મોદીની સાથે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પણ મેચ જુએ તેવી શક્યતા

Krutarth

• 05:06 PM • 16 Nov 2023

અમદાવાદ : 19 નવેમ્બરે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાશે. આ હાઇપ્રોફાઇલ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર…

India-AUs Final in Narendra Modi stadium

India-AUs Final in Narendra Modi stadium

follow google news

અમદાવાદ : 19 નવેમ્બરે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાશે. આ હાઇપ્રોફાઇલ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહે તેવી શક્યતા છે. આ ફાઇનલ મેચને ખુબ જ ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ સ્ટેડિયમ ખાતે એરફોર્સ દ્વારા એર પર્ફોમન્સ આપવામાં આવશે. આ ઉપરાંત રંગારંગ રોશની અને આતશબાજી કરવામાં પણ આવશે.

આ પણ વાંચો

ઓસ્ટ્રેલિયન PM એલ્બેન્સ એન્ટોની આવે તેવી પ્રબળ શક્યતા

જો કે ફાઇનલ મેચ જોવા માડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવે તેવી શક્યતા છે. બીજી તરફ આ કાર્યક્રમને વધારે ભવ્ય બનાવવા માટે ઓસ્ટ્રેલિયન એન્થોની એલ્બેન્સ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા માટે આવે તેવા પ્રયાસો શરૂ કરી દેવાયા છે. જેથી ફાઇનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંન્નેના રાષ્ટ્રાધ્યક્ષો હાજર રહે તો નવાઇ નહી. હાલ તો કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

PM મોદીના આગમનની અત્યારથી જ તડામાર તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને ઓસ્ટ્રેલિયન પીએમની પણ શક્યતાને જોતા તંત્ર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરી કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ સમગ્ર વિસ્તારનું ચેકિંગ શરૂ કરી દેવાયું છે. આ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓને પણ સક્રિય કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા ત્રી સ્તરીય સુરક્ષા વ્યવસ્થાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસ સામે સૌથી મોટો પડકાર

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ સામે સૌથી મોટો પડકાર પીએમની સિક્યુરિટીની તો છે પરંતુ દેશ વિદેશથી આવતા મહેમાનો અને સેલેબ્રિટીની સુરક્ષાની પણ છે. આ ઉપરાંત લાખોની સંખ્યામાં ફાઇનલ જોવા માટે આવનારા માનવ મહેરામણને મેનેજ કરવું પણ સૌથી મોટો પડકાર છે. તેવામાં તંત્ર દ્વારા અત્યારથી જ કમર કસી લેવામાં આવી છે.

    follow whatsapp